fbpx

2228 કરોડના લેબગ્રોન ડાયમંડ માર્કેટ માટે સરકાર નવા નિયમો લાવી રહી છે

Spread the love

અત્યારે ગ્રાહકોને એ જણાવવામાં નથી આવતું કે તેમણે ખરીદેલો હીરો લેબમાં બનેલો છે કે નેચરલ ડાયમંડ છે. કેન્દ્ર સરકાર નવા નિયમો બનાવવા જઇ રહી છે, જેમાં લેબમાં બનતા હીરા વેચનારે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવી પડશે.

ગ્રાહક બાબતોના મંત્રાલયે નેચરલ અને લેબગ્રોન ડાયમંડ માટે અલગ-અલગ ડાયમંડ માટે માર્કેટીંગ લેબલના નિયમો બનાવવાનું નક્કી કર્યું છે જે ટુંક સમયમાં બહાર પડશે. હવેથી લેબગ્રોન ડાયમંડ ઉત્પાદક લેબમાં બનેલા હીરા માટે સિન્થેટીક ડાયમંડ સિવાય અન્ય કોઇ શબ્દનો ઉપયોગ કરી શકશે નહીં.

લેબગ્રોન ડાયમંડ માર્કેટ અત્યારે 2228 કરોડ રૂપિયાનું છે અને નેચરલ ડાયમંડની સરખામણીએ સસ્તા હોવાને કારણે ભારતમા જ્વેલરી માર્કેટ ઝડપથી વધી રહ્યું છે.નવા નિયમ મુજબ ગ્રાહકને ખબર પડશે કે તેમણે ખરીદેલો હીરો નેચરલ છે કે લેબગ્રોન.

Leave a Reply

error: Content is protected !!