ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત મોટા પીરબાવા તનસુખગીરીના દેહ વિલય પછી મહંત પદ માટે ખેંચતાણ શરૂ થઇ છે. આ દરમિયાન ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ હરીગીરી બાપુ સામે મોટો આરોપ મુકીને ખળભળાટ મચાવી દીધો છે.
ભૂતનાથ મંદિર અને દત્ત શિખરના મહંત મહેશગીરીએ પત્રકારો સામે એક લેટરનો ભાંડાફોડ કર્યો હતો. આ લેટરમાં હરીગીરી બાપુએ ભવનાથ મંદિરના કાયમીં મહંત બની રહેવા માટે જે લોકોને લાંચ આપી હતી તે વાત જુના અખાડાના લેટર પેડ પર લખી હતી.
હરીગીરી બાપુએ ભાજપને 5 કરોડ રૂપિયા, કલેકટર આલોકકુમાર પાંડેને 50 લાખ રૂપિયા, કલેકટર રાહુલ ગુપ્તાને 50 લાખ, મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીને 50 લાખ, રિધેશ્વર ગીરીને 25 લાખ, મહાદેવગીરીને 25 લાખ, શિવ ધૂણાવાળા મહંતને 15 લાખ, સેવાદેવી પુનિતાચાર્યને 15 લાખ અને જયશ્રીગીરીને 25 લાખ રૂપિયા આપ્યા હોવાનું લખ્યું છે.