fbpx

શિવસેનાના ઉમેદવારની જીદને કારણે રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને હાર મળી

Spread the love

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની હાઈપ્રોફાઈલ સીટ, માહિમ (માહિમ વિધાનસભા પરિણામો) પર સ્પર્ધામાં જીતનું પરિણામ ખુબ નજીવું રહે તેવું લઇ રહ્યું છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. જો કે તે ત્રીજા સ્થાને પાછળ રહી ગયા છે. અત્યાર સુધીની મત ગણતરી મુજબ અમિત ઠાકરે 31,259 મતો સાથે ત્રીજા સ્થાને છે. તેમનાથી આગળ શિવસેના (શિંદે ગ્રુપ)ના સદા સર્વાંકર છે, જેમને 45,934 લોકોએ વોટ આપ્યા છે અને શિવસેના (ઉદ્ધવ)ના મહેશ બલિરામ સાવંત સૌથી આગળ છે, જેમને 47,014 વોટ મળ્યા છે.

એટલે કે માહિમમાં શિવસેનાના ઉમેદવારો વચ્ચે મુકાબલો એકદમ સખત છે. સમાચાર લખાય છે ત્યાં સુધી મહેશ સાવંત માત્ર 1080 વોટથી આગળ હતા. જો કે, ત્યાં સુધીમાં કુલ 18 રાઉન્ડમાંથી 17 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં છેલ્લા તબક્કામાં કોઈ ઉલટફેર થશે તેવું ચોક્કસ કહી શકાય નહીં. લાગે છે કે મહેશ ચૂંટણી જીતશે.

મતગણતરી દરમિયાન મહેશ સાવંત મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા હતા. ત્યાંથી નીકળતી વખતે મહેશે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘હું સરળતાથી ચૂંટણી જીતીશ. હું સદા સર્વાંકર અને અમિત ઠાકરેને કોઈ પડકાર નથી માનતો. હું જાણું છું કે સદા સર્વાંકર અમારા કારણે ચૂંટાયા હતા, અમે ચૂંટણી વખતે તેમના માટે દિવસ-રાત કામ કરતા હતા. તે ખુરશી પર જ બેસી રહેતા હતા.’

માહિમ મુંબઈની જ એક બેઠક છે. અહીં તમને જણાવી દઈએ કે, અમિત ઠાકરેની પાર્ટી BJPની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધન સાથે જોડાયેલી છે. જો કે, શિવસેના (શિંદે જૂથ) ઉમેદવાર સદા સર્વાંકરે તેમની સામે પીછેહઠ કરવાનો ઇનકાર કર્યો હતો. હવે ચૂંટણી પરિણામો દર્શાવે છે કે, તેઓ અમિત ઠાકરેને પણ પોતાની સાથે ડુબાડી દીધા છે. સદા સર્વાંકર 2014 અને 2019માં માહિમ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.

અહીં તમને જણાવી દઈએ કે, તેમના પિતરાઈ ભાઈ અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેથી વિપરીત, અમિત ઠાકરે મોટાભાગે લાઈમલાઈટથી દૂર રહ્યા છે. અમિતના પિતા રાજ ઠાકરે જેઓ ક્યારેય ચૂંટણી લડ્યા નથી. તેથી, તેમના રાજકારણમાં પ્રવેશને પરિવારના રાજકીય વારસાને જાળવવા માટે એક મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યું હતું. 2019ની વિધાનસભા ચૂંટણીમાં, રાજ ઠાકરેએ વરલીમાંથી કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો, કારણ કે તે સમયે શિવસેના તૂટી નહોતી અને પાર્ટીએ આદિત્ય ઠાકરેને મેદાનમાં ઉતાર્યા હતા. આવી સ્થિતિમાં અમિતે કહ્યું હતું કે, તેમને પણ એવી આશા હતી કે શિવસેના (UBT) તરફથી કોઈ ચૂંટણી નહીં લડે. પરંતુ શિવસેના (UBT)એ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે જે જીતની નજીક છે.

Leave a Reply

error: Content is protected !!