સુરતના ડાયમંડ ઉદ્યોગમાં સામાન્ય રીતે 21 દિવસનું વેકેશન રાખવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે હજુ 25 દિવસ થવા છતા મોટી મોટી ફેકટરીઓ અને કારખાનાઓ શરૂ થયા નથી. કેટલીક મોટી ફેકટરીઓ 25 નવેમ્બબરથી ચાલુ થવાની સંભાવના છે, પરંતુ 1 ડિસેમ્બર પહેલા ડાયમંડ ઉદ્યોગ ધમધમે તેવું લાગતું નથી.
ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 2 વર્ષથી જબરદસ્ત મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને દિવાળી પહેલા અનેક રત્નકલાકારોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. કેટલાંકે બીજો ધંધો પણ અપનાવી લીધો હતો. આ વખતે દિવાળી વેકેશનમાં ઘણી કંપનીઓએ રત્નકલાકારોને 25 નવેમ્બર અથવા 30 નવેમ્બર પછી જ આવવાના મેસેજ કરી દીધા હતા. ડાયમંડ ઉદ્યોગકારોનું કહેવું છે કે હજુ પણ ડાયમંડ ઉદ્યોગામાં તેજી આવે તેવા કોઇ આસાર દેખાતા નથી.