fbpx

સંજય રાઉતે મહારાષ્ટ્ર પરિણામો માટે પૂર્વ CJI ચંદ્રચુડને જવાબદાર કેમ ગણાવ્યા?

Spread the love

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. મહાયુતિ ગઠબંધનને મોટી જીત મળી છે જ્યારે મહાવિકાસ અઘાડીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે ચૂંટણી પરિણામો પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે મહાવિકાસ અઘાડીની હાર માટે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચુડને જવાબદાર ગણાવ્યા છે. સંજય રાઉતના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. તેઓ ગુસ્સાથી લાલચોળ થઇ ગયા હતા. તેમણે ચિડાઈને પ્રેસ કોન્ફરન્સ કરી અને ખૂબ જ ગુસ્સે થઈ ગયા. સંજય રાઉતે કહ્યું કે, તમે આવું પરિણામ આપ્યું છે? તેમણે પૂછ્યું કે, શું CM શિંદે માટે મહારાષ્ટ્રમાં 60 બેઠકો મેળવવી શક્ય છે? શું DyCM અજિત પવારને 40 સીટો મળવી જોઈએ? શું BJPને 125 સીટો મળે તે શક્ય છે? આ શક્ય જ નથી.

મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું, ‘મહારાષ્ટ્રના પરિણામો ખૂબ જ ચોંકાવનારા છે. કોઈની લહેર નહોતી, કોઈને આવા પરિણામની અપેક્ષા નહોતી. મહારાષ્ટ્ર PM નરેન્દ્ર મોદી અને અમિત શાહને કેમ મત આપશે? મહારાષ્ટ્રમાં સમગ્ર ચૂંટણી પ્રચાર PM નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરુદ્ધ હતો. કારણ કે તેઓએ અહીંનો ઉદ્યોગ ગુજરાતમાં શિફ્ટ કર્યો હતો.’

સંજય રાઉતે વધુમાં કહ્યું કે, શું લોકોએ તેમને વોટ આપ્યા? મહારાષ્ટ્રમાં ખેડૂતોની હત્યાઓ થઇ. મહારાષ્ટ્રમાં બેઈમાની થઈ રહી છે. PM મોદીજીને કોઈએ વોટ આપ્યો છે કે, તેઓ અમારી નોકરી કેમ છીનવી રહ્યા છે?

પૂર્વ CJI DY ચંદ્રચુડ પર મોટા આરોપો લગાવતા સંજય રાઉતે કહ્યું, ‘જે પરિણામો આવ્યા તેના માટે માત્ર ભૂતપૂર્વ CJI DY ચંદ્રચુડ જ જવાબદાર છે. તેમણે સમયસર પોતાનો નિર્ણય ન આપ્યો, પોતાનો ચુકાદો આપ્યો નહીં. 40 લોકોએ બેઈમાની કરી હતી. જે પક્ષમાંથી તેઓ ચૂંટાયા હતા, તે બીજા પક્ષ સાથે સત્તામાં ગયા હતા. તમારી જવાબદારી બંધારણની રક્ષા કરવાની છે. જો તમે નિર્ણય આપ્યો હોત તો કોઈએ આગળ આવું કરવાની હિંમત ન કરી હોત. તમે બારી અને દરવાજા ખુલ્લા રાખીને ત્યાંથી નિવૃત્ત થઇ ગયા. હવે કોઈપણ વ્યક્તિ કોઈપણ રીતે પાર્ટી બદલી શકે છે અથવા પોતાની પાર્ટી છોડીને સરકાર બનાવી શકે છે. ઈતિહાસ ચંદ્રચુડ સાહેબને ક્યારેય માફ નહીં કરે.’

અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનને 234 સીટો પર જીત મળી છે, જ્યારે મહાવિકાસ અઘાડીએ માત્ર 50 સીટો પર જીત મેળવી છે. મહાગઠબંધનમાં સામેલ BJPએ 132 બેઠકો, શિવસેનાએ 57 બેઠકો અને NCPએ 41 બેઠકો જીતી છે.

Leave a Reply

error: Content is protected !!