ઝારખંડમાં હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મૂક્તિ મોર્ચાની આગેવાની હેઠળની ઇન્ડિયા ગઠબંધને જીત મેળવી અને હવે રાજ્યપાલ સામે સરકાર રચવાનો દાવો પણ કરી દીધો છે. 28 નવેમ્બરે હેમંત સોરેન ફરી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
હેમંત સોરેને ઝારખંડમાં ઓગસ્ટ 2024માં મઇયા સન્માન યોજના શરૂ કરેલી જેમાં મહિલાઓને મહિને 1000 રૂપિયા અપાતા હતા. ભાજપે ચૂંટણી વખતે ગોગો દીદી યોજના લાવીને 2100 રૂપિયાનું વચન આપ્યું તો હેમંત સોરેને મઇયા યોજનાની રકમ 1000થી વધારીને 2500 કરી નાંખી. ઝારખંડમાં 200 યુનિટ વીજળી માફનું વચન આપ્યું. ઝારખંડમાં 28 આદિવાસી બેઠકો નિર્ણાયક રહી જેના પર ભાજપે પુરો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભાજપ એમાં નિષ્ફળ રહ્યું. ચંપઇ સોરેનના સાથે લેવા છતા ભાજપને ફાયદો ન થયો.