fbpx

6 દિવસમાં 2 વાર રશિયાએ સુનીતા વિલિયમ્સ અને સ્પેસ સ્ટેશનને બચાવ્યું

Spread the love

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને 19 અને 25 નવેમ્બરની વચ્ચે બે વાર તેની સ્થિતિ બદલવી પડી હતી. જો આમ ન થયું હોત તો સ્પેસ સ્ટેશન પર હાજર છ અવકાશયાત્રીઓના જીવ જોખમમાં મુકાયા હોત. આ વખતે ચાર અમેરિકન અને ત્રણ રશિયન અવકાશયાત્રીઓના જીવ બચાવવા રશિયા આગળ આવ્યું.

રશિયાના રોબોટિક કાર્ગો શિપ પ્રોગ્રેસ 89 માલવાહક, જે હાલમાં સ્પેસ સ્ટેશન સાથે જોડાયેલ છે, તેણે સ્ટેશનને બચાવવા માટે તેના એન્જિન 3.5 મિનિટ માટે ચાલુ કર્યા. આ વાત 25મી નવેમ્બરની છે. જેથી કરીને અવકાશમાં ઝડપથી આગળ વધી રહેલા કાટમાળથી સ્પેસ સ્ટેશનને સુરક્ષિત કરી શકાય. સ્પેસ સ્ટેશનની સ્થિતિને બદલી શકાય.

નાસાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, સ્પેસ સ્ટેશન જે માર્ગ પર જઈ રહ્યું હતું, તેના પર અવકાશનો કાટમાળ આવતો જોવા મળ્યો હતો. તે પછી રશિયન કાર્ગો શિપ પ્રોગ્રેસ 89ના થ્રસ્ટર્સ ચાલુ કરવામાં આવ્યા. લગભગ સાડા ત્રણ મિનિટ સુધી તે ચાલુ રહ્યું. સ્પેસ સ્ટેશનની સ્થિતિ બદલવામાં આવી હતી જેથી સ્પેસ સ્ટેશન અને તેના પર હાજર અવકાશયાત્રીઓને કાટમાળમાંથી બચાવી શકાય.

રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસે કહ્યું કે, 25 નવેમ્બરે સ્પેસ સ્ટેશનની ઊંચાઈ 1650 ફૂટ એટલે કે લગભગ 500 મીટર વધી ગઈ હતી. પ્રોગ્રેસ 89એ 19 નવેમ્બરના રોજ પણ આવું જ કામ કર્યું હતું. પછી તેના એન્જિન 5.5 મિનિટ માટે ચાલુ કરવામાં આવ્યા હતા. કારણ કે તે સમયે અમેરિકન સંરક્ષણ અને હવામાન માહિતી ઉપગ્રહ, જે વર્ષ 2015માં બિનઉપયોગી બની ગયો હતો, તે સ્પેસ સ્ટેશન સાથે અથડાવવાનો હતો.

આ સમયે સ્પેસ સ્ટેશન પર કોણ છે?: અમેરિકન અવકાશયાત્રીઓ-બૂચ વિલ્મોર, સુનિતા વિલિયમ્સ, ડોન પેટિટ અને નિક હેગ. રશિયન અવકાશયાત્રીઓ-એલેક્ઝાન્ડર ગોર્બુનોવ, એલેક્સી ઓવશીનીન અને ઇવાન વેગનર.

યુરોપિયન સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર, હાલમાં લગભગ 10,200 સક્રિય ઉપગ્રહ પૃથ્વીની નીચેની કક્ષામાં પૃથ્વીની આસપાસ ફરે છે. આમાંના મોટાભાગના સ્પેસએક્સના સ્ટારલિંક બ્રોડબેન્ડ મેગાકોન્સટેલેશનના ઉપગ્રહો છે. લગભગ 6700 સ્ટારલિંગ હાલમાં પૃથ્વીની આસપાસ ચક્કર લગાવીને કામ કરી રહ્યા છે.

યુરોપિયન સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર, ત્યાં ઉપગ્રહો તો ઓછા છે. આના કરતાં અનેક ગણો કચરો પૃથ્વીની આસપાસ ફરતો હોય છે. તેમાં 40,500 વસ્તુઓ છે અને તે લગભગ 4 ઇંચ પહોળી છે. 11 લાખ ટુકડાઓ 0.4 ઇંચથી 4 ઇંચની વચ્ચે છે. એટલે કે 1 થી 10 સેન્ટિમીટર વચ્ચે. 13 કરોડ ટુકડાઓ એક મિલીમીટર પહોળા છે.

આ નાના નાના ટુકડાઓ પણ સ્પેસ સ્ટેશન અને અવકાશયાત્રીઓને મારી શકે છે. કારણ કે તેઓ અત્યંત સ્પીડમાં ઉડતા હોય છે. સામાન્ય રીતે સ્પેસ સ્ટેશનને પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટરની ઊંચાઈ પર રાખવામાં આવે છે. તે 28,160 Km/hrની ઝડપે પૃથ્વીની આસપાસ ફરે છે. સ્પેસ સ્ટેશન લગભગ દર વર્ષે આ કામ કરે છે. 1999થી, અત્યાર સુધી સ્પેસ સ્ટેશનની સ્થિતિ લગભગ 32 વખત બદલવામાં આવી છે, જેથી તે સુરક્ષિત રહી શકે.

Leave a Reply

error: Content is protected !!