પ્રાંતિજ તાલુકા નિવૃત કર્મચારી મંડળ ની જનરલ સભા યોજાઇ
– ૭૫ વર્ષ કે તેથી વધુ ઉમર ના સભાસદો નું બહુમાન કરવામાં આવ્યું
– આ જીવન દાતા ઓનુ સન્માન કર્યુ
– મૃતક સભાસદો ને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી
સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે તાલુકા નિવૃત કર્મચારી મંડળ ની વાર્ષિક જનરલ સભા પ્રાંતિજ મહાકાલી મંદિર ખાતે યોજાઈ હતી જેમાં તાલુકા નિવૃત કર્મચારી મંડળના સભાસદ ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં












પ્રાંતિજ તાલુકા નિવૃત કર્મચારી મંડળ ની જનરલ સભા ભાંખરીયા બસસ્ટેશન પાસે આવેલ શ્રી મહાકાળી મંદિર ખાતે સાબરકાંઠા નિવૃત કર્મચારી મંડળ ના પ્રમુખ ચતુરસિંહ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં પ્રાંતિજ તાલુકા નિવૃત કર્મચારી મંડળ ના પ્રમુખ ઇન્દ્રસિંહ બી.પરમાર , ઉપપ્રમુખ પોપટભાઇ કે.પટેલ , મંત્રી રમણભાઇ કે.વણકર , સહમંત્રી અરવિંદભાઇ રાવલ સહિત આ જનરલ સભામાં નિવૃત કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં જયારે ઉપસ્થિત મહેમાનો નું ફુલહાર શાલ ઓઢીને સ્વાગત કરવામાં આવ્યું હતું તો વર્ષ દરમ્યાન મૃતક પામેલ સભાસદો ને શ્રધ્ધાંજલી આપીને યાદ કરવામાં આવ્યાં હતાં જયારે ૭૫ વર્ષથી ઉપર ના સભાસદો સિનીયર સિટીઝનોને તથા આ જીવન દાતાઓનુ સન્માન ફુલહાર પહેરાવી ને કરવામાં આવ્યું હતું અને ગત વર્ષ ના અહેવાલ નું વાંચન કરવામાં આવ્યું હતું
જીલ રાવલ પ્રાંતિજ
