fbpx

વિજયનગર ના અંદ્રાખા ખાતે સર્જન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વિના મૂલ્યે નેત્ર નિદાન- સારવાર કેમ્પ યોજાયો

Spread the love

વિજયનગર ના અંદ્રાખા ખાતે સર્જન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વિના મૂલ્યે નેત્ર નિદાન- સારવાર કેમ્પ યોજાયો

  • રાજપુર સહિત આજુબાજુ માંથી ૮૫૨ દર્દીઓએ લાભ લીધો
    -૫૬૬ વ્યક્તિઓએ રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું
  • ૧૬૫ દર્દીઓનું મફત મોતીયા નું તથા વેલ નું ઓપરેશન કરી આપવામાં આવશે

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ના અંદ્રોખા ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષ નો છઠ્ઠો વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો જેમાં અંદ્રોખા ગામ સહિત આજુબાજુમાં રહેતાં દર્દીઓએ લાભ લીધો હતો

વિજયનગર તાલુકાના ના અંદ્રોખા ખાતે આવેલ અંદ્રોખા પ્રાથમિક શાળા મા સર્જન ફાઉન્ડેશન અમદાવાદ આયોજિત વર્ષ નો છઠ્ઠો વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં અંદ્રોખા ગામ સહિત આજુ બાજુમાં રહેતાં ગોમામાથી કુલ-૮૫૨ દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો અને ૫૬૬ વ્યક્તિઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું જયારે ૧૬૫ મોતીયાના તથા વેલના દર્દીઓને ઇડર ખાતે આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે ઓપરેશન સહિત દર્દીઓને રહેવા જમવા તથા લાવવા લઇ જવા સુધી ની સગવડ પણ પુરી પાડવામાં આવશે તો સમગ્ર કેમ્પનું સફળ આયોજન સંસ્થાનાં પ્રોજેકટ ઓફિસર અશોકભાઇ પરમાર કરવામાં આવ્યું હતું તો કેમ્પ ને સફળબનાવવા માટે શાળા ના મુખ્ય શિક્ષક દિપકભાઇ , આંખ ના મદદનીશ ની ટીમ તથા હોસ્પિટલ નો સ્ટાફ નોંધનીય કામગીરી કરવામા આવી હતી

જીલ રાવલ પ્રાંતિજ 

Leave a Reply

error: Content is protected !!