fbpx

ભૂપેન્દ્રસિંહ લોકોના 6000 કરોડનું કરીને કેવી રીતે ભાગી ગયો?

Spread the love

હિંમત નગર સહિત ગુજરાત અને રાજસ્થાનમાં ઓફિસ શરૂ કરીને લોકોને 3 વર્ષમાં નાણાં ડબલ કરવાની લાલચ આપનારા ભાજપના કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઓફિસો પર CID ક્રાઇમે દરોડા પાડ્યા છે. ઝાલા અને તેના એજન્ટો ફરાર થઇ ગયા છે. જાણવા મળેલી વિગત મુજબ ભાજપના આ કાર્યકરોએ લોકોને 3 વર્ષમાં ડબલ અથવા દર મહિને 7 ટકા વ્યાજ આપવાની લાલચ આપીને 6000 કરોડ ભેગા કરી લીધા હતા. અત્યારે રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.

CID ક્રાઇમ બ્રાન્ચે હિંમતનગરમાં BZ ફાયનાન્શીલ નામથી ઓફિસ ધરાવતા ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગાંધીનગર, વડોદરા, હિંમત નગર, વિજાપુર, મોડાસા, રણાસણ પર દરોડા પાડ્યા છે. પોલીસને ઝાલાના 2 બેંક એકાઉન્ટમાંથી 175 કરોડ રૂપિયાની એન્ટ્રી મળી છે. હિંમત નગરની ઓફિસમાંથી 20 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.

Leave a Reply

error: Content is protected !!