પ્રાંતિજ મા રેતી ભરેલ ટર્બા કોઇ નો જીવ લેતો નવાઈ નહી
– ઓવરલોડ બેફામ દોડતા ટર્બા નો એન્ટ્રી માટે અનેકવાર રજુઆતો
– ટર્બાને લઈ ને અકસ્માત ના અનેક કિસ્સાઓ સામે આવ્યા છતાંય તંત્ર ગૌર નિદ્રા મા
– ત્રણ રસ્તા થી રેલ્વેસ્ટેશન વિસ્તાર મા અનેક સ્કુલ કોલેજ સહિત ની સંસ્થાઓ કચેરીઓ આવેલ છે
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે રેતી ભરેલ ટર્બા કોઇનો જીવલેતો નવાઈ નહી અહી રાત્ર-દિવસ બેફામ દોડતા ટર્બા ને સ્કુલ કોલેજો દ્રારા અનેકવાર રજૂઆતો કરવા છતાંય જૈસે થેની સ્થિતી જોવા મળી રહી છે





પ્રાંતિજ ના હાર્ડ સમાન ત્રણ રસ્તા થી રેલ્વેસ્ટેશન સુધી નો એપ્રોચરોડ ઉપર રાત્ર-દિવસ ઓવરલોડ રેતી ભરીને ટર્બા દોડી રહ્યા છે જેને લઈ ને આ વિસ્તાર મા અનેક વાર અકસ્માતો ની ધટના સામે આવવી છે અને અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જેને લઈ ને આ વિસ્તાર મા આવેલ સ્કુલ કોલેજો દ્રારા વિધાર્થીઓ બાળકોની સલામતી ને લઈ ને ટર્બા ચાલકો સામે લેખિત મા પ્રાંતિજ મામલતદાર કચેરી તથા પ્રાંન્ત કચેરી ખાતે આવેદનપત્ર પણ અનેકવાર આપવામા આવ્યુ છે તો અકસ્માતોને લઈ ને અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે ત્યારે એકબાજુ ખાડાખડીયા વાળો રોડ હોય અને બીજી બાજુ સ્કુલ ના સમયે જ ટર્બા ચાલકો ફુલફાસ્ટ બેફામ દોડી રહ્યા છે જેને લઈ વાલીઓ મા પણ પોતાના બાળકોની સલામતી ને લઈ ને ભંય જોવા મળી રહ્યો છે તો મોટા ભાગના રેતી ભરેલ ટર્બા તો પાસ પરમીટ વગર નિયમોને નેવે મુકીને ઓવરલોડ તથા મોટા ભાગ ના ટર્બા ચાલકો પાસે પોતાનુ લાયસન્સ પણ ના હોવાનુ સુત્રો દ્રારા જાણવા મળી રહ્યુ છે તો બીજી બાજુ જેની જવાબદારી છે તે તંત્ર દ્રારા સરેઆમ બેફામ પાસ પરમીટ વગર રેતી ભરીને તથા ઓવરલોડ જઈ રહેલ ટર્બા ચાલકો સામે કોઈપણ એક્શન ના લેવામા આવતી નથી તો સ્કુલ ટાઇમ તથા સ્કુલ છુટવા ના સમયે પણ ટર્બા માટે નો એન્ટ્રી લગાવવામા આવે તેવી માંગ પણ હાલતો ઉઠવા પામી છે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે આર.ટી.ઓ કે જવાબદાર તંત્ર દ્રારા સફાયે જાગશે કે પછી હોતા હે ચલતા હૈ જેવી સ્થિત હજુએ જોવા મળશે એ તો હવે જોવુ રહ્યુ
જીલ રાવલ પ્રાંતિજ
