fbpx

પ્રાંતિજમાં હેલ્પીંગ હેન્ડસ ચેરીટેબલ ટ્રસ્ટ અને નગરપાલિકા ના સહયોગથી કામગીરી કરાઈ

Spread the love

EKYC કરાવવા માટે નગરજનોને રાહત


પ્રાંતિજમાં હેલ્પીંગ હેન્ડસ ચેરીટેબલ ટ્રસ્ટ અને નગરપાલિકા ના સહયોગથી કામગીરી કરાઈ

  • ગરીબ અને મધ્યમ વર્ગના રાશનકાર્ડ ધારકો ની કામગીરી થતાં ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરાયો

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે હેલ્પીંગ હેન્ડસ ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રાંતિજ નગરપાલિકાના સહયોગ થી EKYC કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ

ગુજરાત રાજ્યભરમાં રેશનકાર્ડમાં EKYC માટેની પુરવઠા વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે રેશનકાર્ડ ધારકોને આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો સાથે EKYC કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે બીજી તરફ સમગ્ર રાજ્યમાં પુરવઠા ઝોન કચેરીઓ ખાતે રેશનકાર્ડમાં EKYC માટે લોકોની લાંબી કતારો લાગી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે હેલ્પીંગ હેન્ડ્સ ચેરીટેબલ ટ્રસ્ટ, દ્વારા પ્રાંતિજ નગરપાલિકાના સહયોગથી આજરોજ રાશનકાર્ડ ધારકોને તકલીફ નહીં પડે તે માટે EKYC ની ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવતા લોકોને રાહત અનુભવી હતી તો સમગ્ર રાજ્યમાં રેશનકાર્ડમાં EKYC માટેની પુરવઠા વિભાગ દ્વારા ફરજિયાત કરવામાં આવેલી કામગીરીને લઈને પુરવઠા ઝોન કચેરીઓ પર વહેલી સવારથી લોકોની લાંબી કતારો લાગે છે જોકે કલાકોનો સમય વીતવા છતાં લોકોના કામ થતાં ન હોવાનું જાણવા મળી રહ્યું છે. અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો છે. ત્યારે આવા રાશનકાર્ડ ધારકોની મદદે પ્રાંતિજ ખાતે કાર્યરત હેલ્પિંગ હેન્ડ્સ ચેરીટેબલ ટ્રસ્ટ,, પ્રાંતિજ દ્વારા પ્રાંતિજ નગરપાલિકાના સહયોગથી તેમજ ગ્રુપના પ્રમુખ અબ્દુલરહીમ વ્હોરાના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રાંતિજ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર મોહસીન છાલોટીયા અને હેલ્પિંગ હેન્ડ્સ ગ્રુપના સદસ્યો જમીલ મલેક, રમીઝ છાલોટીયા, ફરીદએહમદ પુરાલવાલા, હમ્માદ રંગરેજ, વિગેરે તથા નગરપાલિકાના કર્મચારી સંજય ચૌધરી, કેતન રાવલ અને ગોપાલ પટેલ દ્વારા રેશનકાર્ડના E-KYC ની આજરોજ શનિવારે દિવસભર કાબિલે દાદ કામગીરી કરવામાં આવતા રાશનકાર્ડ ધારકોએ રાહત અનુભવી હતી જે કામગીરીમાં વોર્ડ નં.૫ અને નગરની પ્રજાએ E-KYC કરાવી મોટા પ્રમાણમાં ભાગ લઈ લાભ લીધો હતો તેમજ હેલ્પિંગ હેન્ડ્સ ગ્રુપના સદસ્ય મોહસીનભાઈ છાલોટીયા દ્વારા વધુમાં જણાવવામાં આવેલ છે કે આગામી સમયમાં નગરની મધ્યમ અને ગરીબ વર્ગની પ્રજા માટે સરકારીશ્રી ની વિવિધ યોજનાઓના લાભો હેલ્પિંગ હેન્ડ્સ ગ્રુપ પ્રાંતિજના માધ્યમથી નગરની પ્રજા સુધી પહોંચાડવામાં આવશે અને આ જ ઉદ્દેશથી આ ગ્રુપ કામ કરી રહ્યું છે તથા પ્રજાનો પણ ખૂબ સારો પ્રતિસાદ ગ્રુપને મળી રહ્યો છે તે બદલ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગ્રુપને સાથ સહકર આપતા દરેક વ્યક્તિઓનો સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો.

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!