- પ્રાંતિજની સંસ્કાર વિધાલયમાં પોણા બસો વિધાર્થીઓ એ આપી નેશનલ ટેલેન્ટ સર્ચની પરીક્ષા
- દેશભરમાં ૯૦૦થી વધુ પરીક્ષા કેન્દ્રો ઉપર ૮૫૦૦ પરીક્ષાર્થીઓ
એ.એમ.પી.નેશનલ ટેલેન્ટ સર્ચ -૨૦૨૪.ની આજે પાંચમી રાષ્ટ્રવ્યાપી એક્ઝામ દેશના ૯૦૦ જેટલા પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાઈ હતી. જેનાં ભાગરૂપે પ્રાંતિજના ધો.૮ થી કોલેજ કક્ષાના ૧૭૪ જેટલાં મુસ્લિમ વિધાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.








એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ્સ દ્વારા આજે દેશભરમાં નેશનલ ટેલેન્ટ સર્ચ પરીક્ષા લેવામાં આવી હતી.જેમા ૯૦૦ થી વધુ પરીક્ષા કેન્દ્રો પર ૮૫,૦૦૦ થી વધુ વિધાર્થીઓએ તેમનાં ભવિષ્ય નિર્ધારણની દિશામાં ડગ માંડ્યા હતા.આ પરીક્ષામાં ઉચ્ચ દેખાવ કરનાર ૫૦૦ જેટલા વિધાર્થીઓને ૧૦ કરોડથી વધુની સ્કોલરશીપ આપવામાં આવશે.સિલેકટ થયેલ વિધાર્થીઓને ૨૦ જેટલા ટ્રેનિંગ પાર્ટનર્સ દ્વારા IIT – JEE, NEET જેવી પરીક્ષાઓનું કોચિંગ ગોઠવવામાં આવશે.
પ્રાંતિજની જુદીજુદી સ્કુલોના ૧૭૪ પરીક્ષાર્થીઓ માટે સંસ્કાર વિધાલયના.સંચાલકો તથા શાળાનાં શૈક્ષણિક સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
જીલ રાવલ પ્રાંતિજ
