પ્રાંતિજ ખાતે સાબરકાંઠા ના તમામે-તમામ પરગણા સમાજ ના લોકો એક વિઇને
– ગુજરાત મા સૌ પ્રથમ સાબરકાંઠા મા શરૂઆત થઈ
– અલગ-અલગ વેચાયેલા પરગણા સમાજ ના લોકો એક થયા
– વ્યવહારો એક થશે ખોટાખર્ચાઓ બદીઓ નાબુદ થશે
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ગુજરાત વાલ્મિકી સમાજ માં સૌ પ્રથમ સમગ્ર સાબરકાંઠા ના તમામ પરગણા એક વિઇને









પ્રાંતિજ નેશનલ હાઈવેઆઠ ઉપર આવેલ શ્રી દશામા ના હોલ ખાતે ગુજરાત વાલ્મિકી સમાજ મા સૌ પ્રથમ સમગ્ર સાબરકાંઠા ના તમામે-તમામ પરગણા સમાજ ના લોકો નો એક વિઇને થયાનો કાર્યક્રમ આર.કે.ચૌહાણ ના યજમાન પદે યોજાયો હતો જેમા અલગ-અલગ વેચાયેલા પરગણા સમાજ ના લોકો એક થયા હતા અને જેને લઈ ને વ્યવહારો એક થશે તો ખોટાખર્ચાઓ અને બદીઓ નાબુદ થશે તો ગુજરાત મા સૌ પ્રથમ સાબરકાંઠા થી શરૂઆત થઈ હતી તો આ કાર્યક્રમ મા ભરતભાઇ સોલંકી , જગદીશભાઇ , આર.કે.ચૌહાણ , કાહ્યારાય બાપુ , મુકુંદ રાય કે.ચૌહાણ , નરેશભાઇ વકીલ , જીતેન્દ્ર કુમાર ચૌહાણ , કનુભાઈ પરમાર , હસમુખ રાય પરમાર , એ.કે.રાઠોડ , બી.કે.સોલંકી , મહેશભાઇ , આર.કે.વાધેલા સહિત સહિત સાબરકાંઠા જિલ્લામાંથી પરગણા સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ પ્રાંતિજ
