fbpx

રોકાણકારો ઉછળી જાય તેવો મોર્ગન સ્ટેલીનો એક રિપોર્ટ જાહેર થયો છે

Spread the love

અમેરિકાના જાણીતા બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલીનો એક રિપોર્ટ જાહેર થયો છે જે સાંભળીને ભારતના રોકાણકારો ઉછળી જશે. મોર્ગન સ્ટેનલીએ કહ્યું છે કે 2025નું વર્ષ ભારતીય શેરબજારનું હશે, કારણકે ભારતની અર્થવ્યવસ્થા સ્થિર રહેશે.

મોર્ગન સ્ટેનલીએ કહ્યું છે કે, એક વર્ષમાં BSE સેન્સેક્સ 1, 05000 પોઇન્ટને પાર કરી જશે જે અત્યારે 81709 પર છે. મતલબ કે એક વર્ષમાં સેન્સેક્સમાં 28 ટકાનો ઉછાળો આવવાની સંભાવના છે.સામાન્ય સંજોગોમાં પણ શેરબજાર એક વર્ષમાં 93,000નું લેવલ પાર કરી શકે છે.

 જો કે સાથે મોર્ગન સ્ટેનલીએ એ પણ કહ્યું છે કે,કોઇ સંજોગોમાં મંદી આવે તો ભારતીય શેરબજારનો સેન્સેકસ 14 ટકા ઘટીને 70000ના લેવલ સુધી પણ જઇ શકે. એના કારણમાં જણાવાયું છે કે જો ક્રુડ ઓઇલનો ભાવ બેરલ દીઠ 110ની ઉપર જાય તો મંદી આવી શકે.

error: Content is protected !!