fbpx

પ્રાંતિજ ખાતે એકલવ્ય ફાઉન્ડેશન અને નગરપાલિકા ના સહયોગથી EKYC કેમ્પ યોજાયો

Spread the love

પ્રાંતિજ ખાતે એકલવ્ય ફાઉન્ડેશન અને નગરપાલિકા ના સહયોગથી EKYC કેમ્પ યોજાયો
– ગરીબ અને મધ્યમ વર્ગના રાશનકાર્ડ ધારકો ની કામગીરી થતાં ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરાયો
       


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે એકલવ્ય ફાઉન્ડેશન અને પ્રાંતિજ નગરપાલિકાના સહયોગ થી EKYC કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ


પ્રાંતિજ ખાતે કાર્યરત એકલવ્ય ફાઉન્ડેશન પ્રાંતિજ તથા નગરપાલિકાના સહયોગથી આજરોજ રાશનકાર્ડ ધારકોને તકલીફ નહીં પડે તે માટે EKYC ની ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવતા લોકોને રાહત અનુભવી હતી તો સમગ્ર રાજ્યમાં રેશનકાર્ડમાં EKYC માટેની પુરવઠા વિભાગ દ્વારા ફરજિયાત કરવામાં આવેલી કામગીરીને લઈને પુરવઠા ઝોન કચેરીઓ પર વહેલી સવારથી લોકોની લાંબી કતારો લાગે છે જોકે કલાકોનો સમય વીતવા છતાં લોકોના કામ થતાં ન હોવાનું જાણવા મળી રહ્યું છે. અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો છે. ત્યારે આવા રાશનકાર્ડ ધારકોની મદદે પ્રાંતિજ ખાતે કાર્યરત એકલવ્ય ફાઉન્ડેશન ના ડાયરેક્ટર હાર્દિક બ્રહ્મભટ્ટ તથા પ્રાંતિજ નગરપાલિકાના પૂર્વ મહિલા કોર્પોરેટર દિપ્તીબેન બ્રહ્મભટ્ટ  તથા નગરપાલિકાના કર્મચારી સંજય ચૌધરી, કેતન રાવલ અને ગોપાલ પટેલ દ્વારા રેશનકાર્ડના E-KYC ની કામગીરીમાં વોર્ડ નં.૪ તપોધન ફડી ખાતે આવેલ શીવ સદન હોલમા કામગીરી કરવામા આવી હતી

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!