પ્રાંતિજ ખાતે પ્રધાન મંત્રી નેશનલ એપ્રેન્ટીસ રોજગાર ભરતી મેળો યોજાયો
– પ્રાંતિજ-તલોદ ના પ્રાંન્ત અધિકારી ઉપસ્થિત રહ્યા
– રોજગારી માટે ૧૫૬ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા
– પ્રાંતિજ-તલોદ અમદાવાદ , ગાંધીનગર સાણંદ સહિત ૧૨ જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા
– ૮૬ ઉમેદવારોની પ્રસંગી કરવામા આવી હતી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ આઇ ટીઆઇ ખાતે પ્રધાન મંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો હતો જેમા ૧૫૬ નોકરી ઇચ્છુક ઉમેદવારો રોજગારી માટે ઉપસ્થિત રહ્યા હતા જેમા ૮૬ ઉમેદવારોની પ્રસંદગી કરવામા આવી હતી




પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત શ્રી સી.એમ.દેસાઈ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ જી.આઇ.એ. આઇ ટીઆઇ ખાતે ગુજરાત સરકાર ના શ્રમ ,કૌશલ્ય અને રોજગાર વિભાગ રોજગાર અને તાલીમ નિયામક ની કચેરી ,ગાંધીનગર સંચાલિત સરકારી આઇટીઆઇ, હિંમતનગર અને શ્રી સી.એસ. દેસાઇ ટેક્નિકલ ઇન્સ્ટીટયુટ પ્રાંતિજ ના સંયુક્ત ઉપક્રમે પ્રધાન મંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો જેમા પ્રાંતિજ સહિત તાલુકામાંથી નોકરી ઇચ્છુક- ૧૫૬ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા તો પ્રાંતિજ-તલોદ અમદાવાદ , ગાંધીનગર , સાણંદ સહિત તાલુકામા આવેલ વિવિધ કંપનીઓમાંથી ૧૨ જેટલી નોકરીદાતાઓ કંપની ઉપસ્થિત રહી હતી જેમા ૧૫૬ નોકરી ઇચ્છુક ઉમેદવારો માંથી ૮૬ ઉમેદવારો ની પ્રસંદગી કરવામા આવી હતી તો આ પ્રસગે પ્રાંતિજ તલોદ ના પ્રાંન્ત અધિકારી એ.જે.પટેલ , પ્રાંતિજ મામલતદાર જે.જી.ડાભી , જિજ્ઞાબેન પુરોહિત , પ્રાંતિજ કેળવણી મંડળ ના મંત્રી રઇશભાઇ કસ્બાતી , જયતિભાઇ પટેલ , આઇટીઆઇ ના આચાર્ય હેમંતભાઇ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા તો પ્રાંતિજ આઇટીઆઇ સ્ટાફ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ
જીલ રાવલ પ્રાંતિજ
