fbpx

મહારાષ્ટ્ર: 4000 પોલીસનો કાફલો છતા શપથગ્રહણમાં આટલી ચોરી થઇ ગઇ

Spread the love

મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે આઝાદ મેદાનમાં મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ હતો જેમાં 12 લાખ રૂપિયાના સામાનની ચોરી થઇ ગઇ હોવાનું સામે આવ્યું છે.

આઝાદ નગર પોલીસ ચોકીના અધિકારીઓએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે, અજ્ઞાત લોકો સામે  FIR કરવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહમાં સોનાની ચેઇન, મોબાઇલ, પર્સ સહિતના કિંમતી સામાનની ચોરી થઇ ગઇ છે.

પ્રધાનમંત્રી મોદીની હાજરી અને 4000 કરતા વધારે પોલીસનો કાફલો તૈનાત હોવા છતા ચોરો કળા કરી ગયા તેને કારણે પોલીસ ટેન્શનમાં આવી ગઇ છે.

પોલીસે કહ્યું છે કે, ચોરોને પકડવા માટે શપથ ગ્રહણ સમારોહમાં લગાવવામાં આવેલી CCTV ચેક કરવામાં આવી રહ્યા છે, પંરતુ હજુ સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી.

error: Content is protected !!