fbpx

કેજરીવાલની કોંગ્રેસની ચીમકી, આ નેતા સામે પગલા લો, નહિતર…

Spread the love

દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બબાલ ચાલી રહી છે. કોંગ્રેસના નેતા અજય માકને બે દિવસ પહેલાં કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રવિરોધી નેતા છે અને આમ આદમી પાર્ટી સાથેનું ગઠબંધન એ કોંગ્રેસની મોટી ભૂલ હતી.

હવે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ચિમકી આપી છે કે, કોંગ્રેસ નેતા સામે પગલાં લેવામાં આવે નહીં તો કોંગ્રેસને ઇન્ડિયા ગઠબંધનમાંથી હાંકી કાઢવા માટે સાથી વિપક્ષો સાથે વાત કરીશું.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલાં જ જાહેરાત કરી દીધી હતી કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી એકલા હાથે લડશે, કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે.આને કારણે હવે દિલ્હીમાં ભાજપ-AAP અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ થવાનો છે.

error: Content is protected !!