
દેશની સૌથી આધુનિક અને ઝડપી ટ્રેનોમાની એક વંદે ભારત એક્સપ્રેસ સાથે અજીબોગરીબ ઘટના બની છે. મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલથી ગોવાના મડગાંવ જવા માટે વંદે ભારત ઉપડી હતી પરંતુ આ ટ્રેન રસ્તો ભટકી ગઇ.
હકિકતમાં, વંદેભારત ટ્રેને દિવા સ્ટેશનથી પનવેલ તરફ વળવાનું હતું, પરંતુ કલ્યાણ તરફ ચાલી ગઇ હતી. જ્યારે રેલવેના અધિકારીઓને આ વાતની જાણ થઇ તો બધા દોડતા થઇ ગયા અને તાત્કાલિક ટ્રેનને કલ્યાણ સ્ટેશન પર રોકી દેવામાં આવી. ફરી ટ્રેનને દિવા સ્ટેશન પર લાવવામાં આવી અને મડગાંવ તરફ રવાના કરવામાં આ બધામાં દોઢ કલાકનો સમય નિકળી ગયો.
દિવા સ્ટેશન પર 103 નંબરના પોઇન્ટ સિગ્નલ પર સમસ્યા ઉભી થવાને કારણે આવું બન્યું હતું.

