fbpx

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, બૂમરાહનું શું?

Spread the love

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે અને દુબઇ અને પાકિસ્તાનમાં વન-ડે મેચ રમાવવાની છે. ટીમ ઇન્ડિયાના સિલેક્ટર અજીત અગરકરે શનિવારે ટીમ ઇન્ડિયાની 15 સ્ક્વોડની ટીમની જાહેરાત કરી છે.

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ ( વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કે. એલ. રાહુલ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કરાયો છે.

મોહમ્મદ શમી 14 મહિના પછી ટીમમાં પાછો ફર્યો છે તો યશસ્વીને પહેલીવાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં સામેલ કરાયો છે. બુમરાહ હજુ ફીટ નથી તો કદાચ તેની જગ્યાએ બીજા ખેલાડીનો સમાવેશ થઇ શકે છે. મોહમ્મદ સિરાજને પડતો મુકાયો છે.

error: Content is protected !!