fbpx

મહાકુંભમાં બાબાએ યુટ્યુબરને ચીપિયાથી કેમ ફટકાર્યો?

Spread the love

પ્રયાગરાજ મહાકુંભમાં અનેક સાધુ સંતો, બાબાઓ આવી રહ્યા છે અને અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. મહાકુંભમાં બાબા મહાકાલ ગિરીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ એક યુટ્યુબરને ચિપિયાથી ફટકારી રહ્યા છે.

જ્યારે એક ચેનલે બાબાને પુછ્યું કે, યુટ્યુબરને કેમ ફટકાર્યો? તો બાબાએ કહ્યું કે,હું ગૌ માતા માટે તપસ્યા કરી રહ્યો છું અને તેમાં મારો એક હાથ ઉપર રાખવાનો હોય છે અને 9 વર્ષથી હઠયોગ કરી રહ્યો છું. હું મારા આખા પરિવારને છોડીને તપ કરી રહ્યો છું એવા સમયે કોઇ ઉંધા-ચત્તા સવાલ પુછે તો ગુસ્સો આવે. 9 વર્ષથી હઠયોગ કરતો હોવાથી મારો હાથ કાળો પડી રહ્યો છે. એ યુટ્યુબર પુછતો હતો કે આ તમને કોઇ બિમારી છે?

error: Content is protected !!