
ગૌતમ અદાણીએ તાજેતરમાં પ્રયાગરાજના મહાકુંભ મેળામાં મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી કે તેમના સૌથી નાના પુત્ર જીત અદાણીના 7 ફેબ્રુઆરી 2025ના દિવસે લગ્ન રાખવામાં આવ્યા છે.12 માર્ચ 2023ના દિવસે જીત અને દીવાની રિંગ સેરેમની યોજાઇ હતી.
દિવા સુરતની જાણીતી ડાયમંડ કંપની સી. દિનેશ એન્ડ કંપનીના ડિરેક્ટર જૈમિન શાહની દીકરી છે. દીવા અમેરિકામાં અભ્યાસ કરતી હતી અને હવે તેનું ભણવાનું પુરુ થઇ ગયું છે. ગૌતમ અદાણીએ મીડિયાને કહ્યુ હતું કે, ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ જીતના સાદાઇથી લગ્ન કરવામાં આવશે અને પરિવારનો સભ્યો જ સામેલ હશે.
જીત અદાણી અમેરિકાના પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં ભણ્યો છે અને અત્યારે કંપનીમાં વાઇસ પ્રેસિડન્ટ ફાયનાન્સ તરીકે કામ કરે છે. સાથે અદાણી પોર્ટસ, અદાણી ડિજિટલ લેબ્સ જેવી કંપનીઓની પણ જીત પાસે જવાબદારી છે.
