પ્રાંતિજ કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાન દિવસ ની ઉજવણી કરવામા આવી
– પ્રાંતિજ મામલતદાર ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ શ્રીમતી એમ.સી.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાન દિવસ ની ઉજવણી કરવામા આવી હતી



પ્રાંતિજ ખાતે આવેલ શ્રીમતી એમ.સી.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પ્રાંતિજ મામલતદાર જે.જી.ડાભી તથા કોલેજ ના આચાર્ય ર્ડા.કામેશ્વર આર.પ્રસાદ ની ઉપસ્થિત મા રાષ્ટ્રીય મતદાન દિવસ ની ઉજવણી કરવામા આવી હતી જેમા કોલેજ ના વિધાર્થીઓ દ્રારા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે વક્તવ્ય આપવામા આવ્યુ હતુ તો બી.એલ.ઓ ની કામગીરી કરનાર શિક્ષકો નુ મામલતદાર જે.જી.ડાભી ના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે નાયબ મામલતદાર મીનાશ્રી બેન દામા , પ્રોફેસર ર્ડા.કાન્તીભાઇ પ્રજાપતિ , ડીએમ.પટેલ , ર્ડા આર. આઇ.પટેલ , ઇશ્વરભાઇ મહાકાલ , ર્ડા.ગીતા ચૌધરી , ર્ડા.વિપુલ જોષી સહિત કોલેજ ના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તો સમગ્ર કાર્યક્રમ નુ સફળ સંચાલન પ્રોફેસર રાજુભાઇ પંચાલ દ્રારા કરવામા આવ્યુ હતુ
જીલ રાવલ પ્રાંતિજ
