fbpx

પ્રાંતિજ તક્ષશિલા વિધાલય નુ ગૌરવ

Spread the love

પ્રાંતિજ તક્ષશિલા વિધાલય નુ ગૌરવ
– વિધાર્થીઓ રાજય , જિલ્લા મા અને તાલુકા મા મોખરે
– તેજસ્વી તારલાઓ નુ શાળા પરિવાર દ્રારા સન્માન સમારંભ યોજ્યો
– ધોરણ-૧૦ મા રાજય મા પ્રથમ હરોળમા
– ૧૨ સાયન્સ મા પ્રાંતિજ-તલોદ મા મોખરે
           


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના પલ્લાચર ખાતે આવેલ તક્ષશિલા વિધાલય ના વિધાર્થી રાજય ,જિલ્લા અને તાલુકામા મોખરે એસ.એસ.સી  મા શાળાનુ પરિણામ ૯૫.૧૬ % તથા એચ.એસ.સી મા ૯૧.૮૯ % પરિણામ આવતા શાળા દ્રારા તેજસ્વી વિધાર્થીઓનુ સન્માન કરવામા આવ્યુ


  પ્રાંતિજ ના પલ્લાચર ખાતે આવેલ તક્ષશિલા વિધાલય નુ ઉત્કૃષ્ટ પરિણામ ને લઈ ને શાળા તથા વાલીઓ અને વિધાર્થીઓ મા આનંદ જોવા મલ્યો છે તો શાળાના વિદ્યાર્થીઓ રાજય , જિલ્લા મા અને તાલુકામા મોખરે રહેતા શાળા પરિવાર દ્રારા એસ.એસ.સી અને એચ.એસ.સી ના તેજસ્વી તારલાઓનો પ્રોત્સાહિત કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમા વિધાર્થીઓ વાલીઓ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો ધોરણ-૧૦ એસ.એચ.સી ના પરિણામ મા સમગ્ર રાજય મા ઉત્કૃષ્ટ અને પ્રથમ હરોળ નુ પરિણામ આવ્યુ જેમા વિધાર્થીની પટેલ હેલી મેહુલભાઇ એ ૫૯૦/૬૦૦ ગુણ તથા ૯૮.૩૩% મેળવી ને ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરેલ છે તો પ્રજાપતિ મિત અશોકભાઇ એ ૫૮૬/૬૦૦ ગુણ ૯૭.૬૭% પ્રાપ્ત કર્યા હતા તો ડોડીયા દિવ્યરાજ બળવંતભાઈ ૫૮૦/૬૦૦ ગુણ અને ૯૭.૦૦% પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યુ તો સમગ્ર શાળાનુ પરિણામ ૯૫.૧૬ આવ્યુ

તો ધોરણ-૧૨ સામાન્ય મા પણ તક્ષશિલા વિધાલય ના બાળકોએ ઉત્કૃષ્ટ પરિણામ જેમા લીમ્બાચીયા નંદની નરેશભાઇ ૯૮.૧૯ પીઆર તથા ધવલ પટેલ ૮૯.૭૪ પીઆર તથા પટેલ પ્રિયાંશી પ્રજ્ઞેશભાઇ ૯૧.૯૮ પીઆર સાથે ત્રણેય વિધાર્થીઓએ તક્ષશિલા વિધાલય નુ ગૌરવ વધાર્યુ છે તો વિજ્ઞાન પ્રવાહ નુ પરિણામ સમગ્ર શાળાનુ ૯૧.૯૮ ટકા આવ્યુ છે સમગ્ર સાયન્સ ની ટીમને શાળા પરિવાર દ્રારા અભિનંદન પાઠવ્યા હતા તો પ્રાંતિજ-તલોદ સેન્ટર મા  ૫૭૧/૬૫૦ ગુણ પ્રાપ્ત કરી પ્રથમ હરોળ નુ પરિણામ મેળવેલ છે તો શાળા પરિવાર દ્રારા તમામ વિધાર્થીઓનો સત્કાર સન્માન સમારંભ રાખવામા આવ્યો હતો જેમા શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ સહિત આમંત્રિત મહેમાનો , શાળા સ્ટાફ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!