મમતા કુલકર્ણી વિવાદ: મહામંડલેશ્વર કોણ બની શકે?

Spread the love

બોલિવુડ અભિનેત્રી મમતા કુલકર્ણી મહાકુંભમાં કિન્નર અખાડીની મહામંડલેશ્વર બની ગઇ છે. શુક્રવારે ભગવા કપડા પહેરીને મમતા સંન્યાસી બની ગઇ. કિન્નર અખાડાના પ્રમુખ લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ દીક્ષા આપી અને મમતાનું નામ બદલીને શ્રીયામાઇ મમતા નંદગીરિ કરી દેવામાં આવ્યું.

મમતાને મહામંડલેશ્વર બનાવવા બાબતે સાધુ સંતોમાં બે ફાડચા પડી ગયા છે. એક ગ્રુપનું માનવું છે કે, આ ઘાતક અને ધર્મ વિરુદ્ધનો નિર્ણય છે. મહાકુંભને મજાક બનાવી દેવામાં આવ્યો છે. કોઇને પણ ઉઠાવીને મહામંડલેશ્વર બનાવી શકાય નહીં એના માટે પુરતી લાયકાત હોવી જરૂરી છે. તો મમતાના સમર્થનમાં કેટલાંકે કહ્યું કે, સંન્યાસનો બધાને અધિકાર છે અને લોક કલ્યાણ ઇચ્છતા હોય તેમનું સ્વાગત છે.

મહામંડલેશ્વર બનવા માટે વેદ, ગીતાનો અભ્યાસ હોવો જરૂરી છે ઉપરાંત ચરિત્ર, વ્યવહાર અને જ્ઞાન હોવું પણ જરૂરી છે.

error: Content is protected !!