fbpx

બટલરે જણાવ્યું ભારતનું મેચ જીતવાનું કારણ, ત્રીજી મેચમાં પોતે ભૂલ સુધારશે

Spread the love

બીજી T20I માં બે વિકેટથી હારનો સામનો કર્યા પછી, જોસ બટલરે ભારતની જીતનું રહસ્ય જાહેર કર્યું. મેચ પછી ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે કહ્યું કે, ભારત ત્રણ સ્પિનરો સાથે રમી રહ્યું છે, તેથી તેઓ મેચ જીતી રહ્યા છે. આ ઉપરાંત, જોસ બટલરે પોતાની ટીમના ખેલાડીઓનું સમર્થન કર્યું અને તેમના પ્રદર્શનથી સંતોષ વ્યક્ત કર્યો હતો. બટલરે કહ્યું કે, તે આગામી મેચમાં સંપૂર્ણપણે તૈયારી કરીને આવશે.

મેચ પછી, જોસ બટલરે કહ્યું, તે એક શાનદાર મેચ હતી, જેનો અંત રોમાંચક રહ્યો હતો. વિજયનો શ્રેય તિલકને જાય છે. અમે જીતવા માટે ઘણી તકો બનાવી અને મેચને અંત સુધી પહોંચાડી. અમે જે રીતે બેટિંગ કરી તેનાથી હું ખરેખર ખુશ છું. અમને જે આક્રમકતાની અપેક્ષા હતી તે દેખાઈ આવી અને અમે એક પડકારજનક સ્કોર બનાવ્યો.

જોસ બટલરે વધુમાં કહ્યું કે, જેમી સ્મિથે તેની ડેબ્યૂ મેચમાં જે રીતે રમ્યો, બ્રાયડન કાર્સે અને તેના સાથી ખેલાડીઓએ સારી બોલિંગ કરીને તકો ઉભી કરી, તે શાનદાર રમત હતી. આગામી મેચોમાં અમે તેમાં વધુ સુધારો કરીશું, પરંતુ હાલમાં હું આ શૈલીથી ખૂબ ખુશ છું. તેઓ ત્રણ સ્પિનરો સાથે રમી રહ્યા છે, તેથી તેઓ હંમેશા વિકેટો લઇ જાય છે.

અહીં તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ શ્રેણીમાં 2-0થી આગળ થઇ ગઈ છે. જોકે, આ મેચ પહેલી મેચની જેમ એકતરફી નહોતી રહી. ભારતીય સ્પિનરોના શાનદાર પ્રદર્શન છતાં, ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ એક પછી એક વિકેટો ગુમાવતા ઝડપથી રન બનાવ્યા અને એક પડકારજનક સ્કોર બનાવ્યો હતો.

આ દરમિયાન, આર્ચર (4 ઓવર, 60 રન)ની બોલિંગ સિવાય ઇંગ્લેન્ડના મધ્યમ ગતિના બોલરોએ ભારતીય બેટ્સમેનોને અંકુશમાં રાખ્યા હતા. મેચ છેલ્લી ઓવરના બીજા બોલ સુધી ચાલી, પરંતુ બીજી ઓવરમાં ક્રીઝ પર આવેલા તિલક અંત સુધી વિકેટ પર રહ્યો અને ભારતીય ટીમને મેચ જીતાવી ગયો.

તેણે T20Iમાં તેની છેલ્લી ચાર ઇનિંગ્સમાં એક પણ વખત આઉટ થયા વગર 318 રન બનાવી ચુક્યો છે, જેમાં બે અણનમ સદી અને એક અણનમ અડધી સદીનો સમાવેશ થાય છે. જ્યારે, લાંબા સમય પછી ભારતીય ટીમમાં પરત ફરનાર વરુણ ચક્રવર્તી 9 મેચમાં કુલ 22 વિકેટ લઇ ચુક્યો છે.

error: Content is protected !!