અરવલ્લી ના ભિલોડા ના દહેગામડા ના ઇસમ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ
પ્રાંતિજ ના નવાપુરા ની યુવતી ની ખોટી વાતો ફેલાવી સમાજ મા આબરૂ કાઢતા ભિલોડા ના દહેગામડા ના ઇસમ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
– યુવતિ ની સગાઇ તોડવાનો પ્રયત્ન કરતા પોલીસ ફરિયાદ થઈ
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના નવાપુરા સીતવાડા ની યુવતી ની ખોટી વાતો ફેલાવી સમાજ મા આબરૂ કાઢતા યુવતિ ની સગાઈ તોડવાનો પ્રયત્ન કરનાર અરવલ્લી ના ભિલોડા ના દહેગામડા ના ઇસમ વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ થઈ

પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકાના દહેગામડા ખાતે રહેતા કલ્પેશસિંહ મહેન્દ્રસિંહ જાડેજા દ્રારા નવાપુરા ખાતે રહેતી યુવતીની સમાજ મા આબરૂ કાઢતા સારૂ તેમજ યુવતીની સગાઈ તોડવા સારૂ ભાનચંદ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા ઉપર ફોન કરી આ યુવતિ ને ત્રણ થી ચાર જગ્યાએ લફડુ છે તેવી વાતો કરી યુવતી ની જાતીયતા ઉપર ટીપ્પણી કરી તેમજ યુવતી ની લાજ લેવાના ઇરાદાથી તે ભાગી જવાની છે તેમ જણાવી યુવતી વિશે ખોટી વાતો ફેલાવી સમાજ મા આબરૂ કાઢી યુવતી ની સગાઈ તોડવા પ્રયત્ન કરી ગુનો કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા યુવતી દ્રારા કલ્પેશસિંહ મહેન્દ્રસિંહ જાડેજા રહે.દહેગામડા તા.ભિલોડા ,જિ.અરવલ્લી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે કલ્પેશસિંહ મહેન્દ્રસિંહ જાડેજા વિરૂધ્ધ આઇપીસીકલમ ૭૫ (૧) (૪), ૭૫(૩),૭૯ મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી હતી છે
