પ્રાંતિજ ખાતે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા નો પ્રાંરભ
– કથા ના પ્રથમ દિવસે પોથી યાત્રા નિકળી
– વાજતે ગાજતે પોથી યાત્રા કાઢવામા આવી
– રાવલ સમાજ ના ભાઇ-બહેનો સહિત ધર્મ પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા ના પ્રથમ દિવસે પોથી યાત્રા નિકળી હતી જેમા રાવલ સમાજ ના ભાઇ-બહેનો સહિત ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા









પ્રાંતિજ ખાતે આવેલ શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર ના શિવશક્તિ હોલ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા નુ આયોજન સમસ્ત તપોધન બ્રાહ્મણ સમાજ પ્રાંતિજ દ્રારા કરવામા આવ્યુ છે જેમા કથા ના પ્રથમ દિવસે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે રાવલ સુનિલભાઈ રવિશંકર ના ધરે થી પોથી યાત્રા નિકળી હતી તો પોથી યાત્રા મા રાવલ સમાજ ના ભાઇ-બહેનો સહિત આજુબાજુ મા રહેતા દરેક સમાજ ના ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા તો વ્યાસ પીઠ ઉપર થી શ્રી શુકાચાર્ય ભાગવત વિધાપીઠ-વૃંદાવન ઉ.પ્રદેશ ના ભાગવતાચાર્ય પ.પૂ શ્રી.ફૂલશંકર શાસ્ત્રીજી મહારાજ હાલ ગાંધીનગર દ્રારા કથા નુ રસપાન કરાવવા આવશે જેમા શ્રી કુષ્ણ પ્રાદુર્ભાવ , શ્રી રૂકમણી વિવાહ સહિત કથા દરમ્યાન વિવિધ મહોત્સવ ધાર્મિક કાર્યક્રમો યોજાશે તો દરરોજ કથાનો સમય સવારે ૯થી૧૨ અને સાંજે ૪થી૭ સુધી નો રાખેલ છે જેથી ધર્મપ્રેમી લોકો કથા નો લાભ લઈ શકે તો કથાના પ્રથમ દિવસે જ તપોધન ફડી ખાતે રહેતા રાવલ સમાજ ના ભાઇ-બહેનો સહિત આજુબાજુ મા રહેતા પ્રાંતિજ ખાતે રહેતા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કથાનો લાભ લીધો હતો
