
પ્રાંતિજ ના ફતેપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
– પ્રા.આ.કેન્દ્ર ખાતે કેમ્પ યોજાયો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા ના ફતેપુર પ્રા.આ.કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો



સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર આરોગ્ય શાખા દ્વારા જિલ્લામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રાજ સુતરીયા ની સૂચનાથી અને તાલુકા હેલ્થ ઓફિસર પ્રાંતિજ ડૉ.પંકજ કટારા ના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ તાલુકાના ફતેપુર પ્રા.આ.કેન્દ્ર ખાતે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના વિસ્તારોમાંથી લોકોએ ઉત્સાહથી રક્તદાન કર્યું હતું અને ૧૮ યુનિટ જેટલું બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું આ ઉમદા કાર્ય માટે ફતેપુર પ્રા.આ.કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ.રિયા પટેલ અને સુપરવાઈઝર કીર્તિ પટેલ,શૈલેષ નાયી તથા તમામ સ્ટાફ દ્વારા સુંદર પ્રયત્નો કરવામાં આવ્યા ડૉ.રિયા પટેલ તથા તમામ સ્ટાફે રક્તદાતાઓને અભિનંદન આપી આભાર વ્યક્ત કર્યો હતો