
પ્રાંતિજ ખાતે દશ ફુટ ઉડા કુવા મા પડેલ ત્રણ ગલુરીયા ઓને ફાયર ટીમ દ્રારા બહાર કાઢયા
– મહિલા કોર્પોરેટર ને ધ્યાને આવતા ફાયર ટીમ ને જાણ કરી
– ફાયર ટીમ દ્રારા રેસ્ક્યુ કરી ત્રણેય ગલુરીયા ઓને બચાવી લેવામા આવ્યા
– સ્થાનિકો તથા જીવદયા પ્રેમીઓએ મહિલા કોર્પોરેટર તથા ફાયર ટીમ નો આભાર માન્યો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ વોર્ડ નંબર-૩ મા દશ ફુટ ઉડા કુવા મા પડેલ શ્વાન ના ત્રણ ગલુરીયા ઓ ને પ્રાંતિજ ફાયર ટીમ દ્રારા બચાવી લેવામા આવ્યા તો સ્થાનિકોએ મહિલા કોર્પોરેટર તથા ફાયર બ્રિગેડ ટીમ નો આભાર વ્યક્ત કર્યો








પ્રાંતિજ ભોઇવાસ-પ્રજાપતિ પાસે આવેલ આંગણવાડી કેન્દ્ર પાછળ વર્ષો જુનો અવારૂ ૧૦ ફુટ ઉડા ખુલ્લા કુવામા શ્વાન ના ત્રણ ગલુરીયા કુવામા પડતા સ્થાનિકો તથા જીવદયા પ્રેમીઓએ દ્રારા વોર્ડ નંબર-૩ ના મહિલા કોર્પોરેટર વર્ષાબેન મુકેશભાઇ સથવારા ને જાણ કરી હતી તો વર્ષાબેન તથા તેમના પતિ મુકેશભાઇ સથવાળા તાત્કાલિક ધટના સ્થળેજ દોડી આવ્યા હતા અને પ્રાંતિજ ફાયર ટીમ ને જાણ કરી હતી તો ફાયર ટીમ ના કેપ્ટન મુકેશભાઇ પરમાર , અનિલભાઈ , અનીલભાઇ ગોસ્વામી સહિત ની ટીમ તાત્કાલીક ધટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ કરી કુવામા પડેલ ત્રણેય ગલુરીયા ઓને સહીસલામત બહાર કાઢવામા આવ્યા હતા અને ફાયર ટીમ દ્રારા ત્રણેય ગલુરીયા ઓને તેની માતા સાથે મિલન કરાવવામા આવ્યુ હતુ તો સ્થાનિકો તથા આજુબાજુમા રહેતા લોકો જીવદયા પ્રેમીઓ દ્રારા વોર્ડ ન-૩ ના મહિલા કોર્પોરેટર વર્ષાબેન સથવારા તથા તેમના પતિ મુકેશભાઇ સથવારા અને ફાયર ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો