fbpx

પ્રાંતિજ સિવિલ મા આગ લાગી આગ લાગતા નાસભાગ આગ મોકડ્રીલ  

Spread the love

પ્રાંતિજ સિવિલ મા આગ લાગી આગ લાગતા નાસભાગ આગ મોકડ્રીલ  
– આગ લાગતા ના સમાચાર મળતાજ ફાયર ટીમ ધટના સ્થળે દોડી આવી
– દોડધામ મચી જતા હોસ્પિટલ મા રહેલ લોકોના જીવ તોરણે બંધાયા
– મોકડ્રીલ હોવાનુ માલુમ થતા સિવિલ સ્ટાફ તથા દર્દીઓ સગાસંબંધીઓએ હાશકારો લીધો
         


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સિવિલ ખાતે આગ લાગવા ની ધટના ને લઈ મોકડ્રીલ યોજાયુ જેમા આગ લાગવાના સમાચાર મળતા પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ધટના સ્થળ ઉપર દોડી આવી હતી અને બચાવ ની કામગીરી હાથ ધરી હતી
   

પ્રાંતિજ સિવિલ ખાતે સવારના    સમયે આગ લાગી હોવાનુ સિવિલ હોસ્પિટલ ના ર્ડા હર્ષ પટેલ દ્રારા પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમ ને જાણ કરતા પ્રાંતિજ ફાયર બ્રિગેડ મુકેલભાઇ પરમાર, ગોપાલભાઈ પટેલ , અનીલભાઇ સહિત ની ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી તો દોડી આવેલ ટીમ દ્રારા પહેલા આગ લાગેલ રૂમ મા પાણી નો મારો ચાલુ કરી આગ મા ફસાયેલ દર્દીઓને બહાર કાઢવામા આવ્યા હતા અને તેવોને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ માજ તાત્કાલિક સારવાર વિભાગ મા જ ખસેડાયા હતા તો આગ મા સપડાયેલા બે બન્ને દર્દીઓને બચાવી લેવામા આવ્યા હતા અને તેવો ને સિવિલ માજ તાત્કાલિક વિભાગ મા સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા તો આગ ના સમાચાર મળતા લોકો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મોકડ્રીલ હોવાનુ માલુમ થતા હાશકારો અનુભવ્યો હતો તો ર્ડા.હર્ષ પટેલ , ર્ડા.ફાલ્ગુની ચાવડા , ર્ડા.રાઠોડ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!