પ્રાંતિજ સહિત તાલુકા મા ભર ઉનાળે ભર કમોસમી ચોમાસુ
– બીજા દિવસે પણ બપોરબાદ ફરી વાતાવરણ મા પલ્ટો
– ગાજવીજ કડાકા પવન સાથે કમોસમી વરસાદ ખાબકયો
– છેલ્લા બે દિવસ થી કમોસમી વરસાદ ને લઈ ને ધરતી પુત્રો મા નારાજગી
– બાજરી ,જુવાર , કપાસ ,ફલાવર-કોબીજ સહિત ના પાકો મા નુકસાનીની ભીતી
– લગ્ન ની સિઝન હોય મંડપો ભીજાયા
– કમોસમી વરસાદ લગ્ન ની સિઝન મા વિલન બન્યો
– અનેક જગ્યાએ મંડપો ઉડયા મંડપો પલરી ગયા
સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તથા તાલુકા મા છેલ્લા બે દિવસ થી વાતાવરણ મા પલ્ટો આવતા તેજ પવન ગાજવીજ કડાકા સાથે કમોસમી વરસાદ ખાબકયો હતો તો કમોસમી વરસાદ ને લઈ ને હાલતો ભર ઉનાળે ચોમાસા જેવો ધાટ સર્જ્યો હતો અને તૈયાર થયેલ પાકો સહિત કોબીજ-ફલાવરના પાક ઉપર કમોસમી વરસાદ ની અસર જોવા મળી છે




હવામાન વિભાગ ની આગાહી બાદ ગુજરાત ના વિવિધ વિસ્તારો સહિત તાલુકામા છેલ્લા બે દિવસ થી ભર ઉનાળે વાતાવરણ મા પલ્ટો આવ્યો છે અને વાતાવરણ બદલાતા છેલ્લા બે દિવસ થી પહેલા ધૂળની ડમરીઓ ઉડી હતી અને તેજ પવન સાથે ગાજવીજ કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડયો હતો તો પ્રાંતિજ , પીલુદા , સાંપડ સીતવાડા , બોરીયા , ઓરાણ , અનવરપુરા , બોભા , મોયદ , પીલુદ્રા , પોગલુ , સલાલ સહિત ના વિસ્તારો મા કમોસમી વરસાદ ખાબકયો હતો તો હાલતો ભર ઉનાળે વાતાવરણ મા પલ્ટો આવ્યા બાદ કમોસમી વરસાદ પડતા ધરતીપુત્રો મા નિરાશા જોવા મળી હતી અને બે દિવસ થી પડી રહેલ વરસાદ ને લઈ ને જાણે ઉનાળો ગાયબ થઈ ચોમાસુ આવ્યુ હોય તેવો ધાટ હાલ જોવા મલી રહ્યો છે ત્યારે હાલતો તૈયાર થયેલ પાક ઉપર કમોસમી પાણી ફરી વળ્યા હતા જેને લઈ ને જુવાર , બાજરી , કપાસ , ફલાવર-કોબીજ સહિત ના પાકો ઉપર હાલતો અસર જોવા મળી રહીછે તો હાલતો મોટા ભાગના ખેતરોમા તૈયાર થયેલ પાક ખેતરોમાજ પલરી ગયો હતો તો ત્યારે હાલતો તૈયાર થયેલ પાક ઉપર અસર થતા ખેતરોમા નિરાશા જોવા મળી રહી છે તો બીજીબાજુ લગ્ન ની મોસમ હોય લગ્ન તથા ભોજન સમારંભ માટે બાંધેલ મંડપ પણ કમોસમી વરસાદ થી ભીજાયા હતા તો અનેક જગ્યાએ ઝાડ ની સાથે ડાળા પડવાની ધટના સામે આવી છે તો પ્રાંતિજ પાલિકાએ પ્રિમોન્સુગ કામગીરી ના કરતા માત્ર એક ઇંચ વરસાદ માજ નીચવાળા વિસ્તારો મા ઠેર-ઠેર પાણી ભરાતા ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી હતી તો ભાંખરીયા સ્ટેશન પાસે આવેલ હનુમાન મંદિર મા પાલિકા ના પાપે દરવર્ષ ની જેમ વરસાદી પાણી મંદિર માં ધુસવા નુ યથાવત રહ્યુ હતુ ત્યારે પાલિકા દ્રારા ચોમાસા પહેલા પ્રિમોન્સુગ કામગીરી હાથ ધરવામા આવશે કે પછી હોતા હે ચલતા હે એ તો હવે જોવુ રહ્યુ
