
ભાજપના કદાવર નેતા અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયાના એક નિવેદને રાજકારણમાં વિવાદનો મધપુડો છંછેડાઇ ગયો છે. રાદડીયાના નિવેદનને કારણે પાટીદાર સમાજ આમને સામને આવી ગયો છે.
26 જાન્યુઆરી 2025 ના દિવસે જામકંડોરણામાં 511 દિકરીઓના સમૂહલગ્નના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંચ પરથી જયેશ રાદડીયાએ કહ્યું હતું કે, આપણા સમાજની બે-પાંચ ટપોરીની ગેંગ સારા કામમાં હવનમાં હાડકાં નાખી રહી છે. રાદડીયા પરિવાર વિશે ખરાબ કોમેન્ટ કરી રહી છે. રાદડીયાએ કહ્યું કે, તાકાત હોય તો રાજકારણમાં આવો. સમાજમાં નહીંને રાજકારણ ન કરો.
TV-9 ગુજરાતીના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, જયેશ રાદડીયાએ આમ તો કોઇનું નામ લીધું નહોતું, પરંતુ આ નિશાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સામે હતું. સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે.
