
ઇંગ્લેન્ડના બ્રેડફોર્ડમાં ટેક્સી ડ્રાઇવર પિતાના ઘરે જન્મેલા આદિલ રશીદ ખૂબ જ નાની ઉંમરથી પોતાના લેગ સ્પિનથી બેટ્સમેનોને આશ્ચર્યચકિત કરી રહ્યા છે.
જે જગ્યાએથી તે આવે છે, ત્યાં કંઇક નવું કર્યા વિના, આટલા લાંબા સમય સુધી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં ટકી રહેવું કોઈ પાકિસ્તાની પૃષ્ઠભૂમિ ધરાવતા ક્રિકેટર માટે સરળ નથી.
રાજકોટમાં રમાયેલી ત્રીજી T-20 મેચમાં, ભારતીય ડાબોડી બેટ્સમેન તિલક વર્મા રાશિદના એ જાદુઈ બોલ માટે તૈયાર નહોતા જેનાથી તેના સ્ટમ્પ ઉડી ગયા હતા.
તિલક વર્માના મિડલ સ્ટમ્પને ઉખેડી નાખનાર તે અસાધારણ બોલે આર્કિટેક્ટની ડિગ્રી ધરાવતા સ્પિનર અને ‘પ્લેયર ઓફ ધ મેચ’ વરુણ ચક્રવર્તીની મહેનત બગાડી દીધી, જેણે ભારત તરફથી પાંચ વિકેટ લીધી હતી.
તિલક વર્માની વિકેટ પડ્યા પછી, મેચનું ચિત્ર જ બદલાઈ ગયું અને ભારતીય ટીમ 26 રનથી મેચ હારી ગઈ.

પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 20 ઓવરમાં નવ વિકેટે 171 રન બનાવ્યા. જવાબમાં, ભારતીય ટીમ 20 ઓવરમાં નવ વિકેટે માત્ર 145 રન જ બનાવી શકી.
જોકે, ભારત હજુ પણ પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે.
આ મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવની નિષ્ફળતા સતત ત્રીજી મેચમાં પણ ચાલુ રહી. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 40 રન બનાવ્યા.
જો આપણે મેચના ટર્નિંગ પોઈન્ટનો વિચાર કરીએ તો, ભારતીય બેટ્સમેન તિલક વર્માની વિકેટ ખૂબ જ મહત્વપૂર્ણ હતી. તિલક વર્માએ 13 બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 18 રન બનાવ્યા હતા અને એવું લાગતું હતું કે તે ટીમ ઈન્ડિયાને જીત અપાવશે.
પરંતુ રાશિદે રાજકોટની નિર્જીવ પીચ પર આ શ્રેણીનો સૌથી આશ્ચર્યજનક બોલ ફેંક્યો હતો.
એક સમયે તિલક વર્મા સેટ દેખાતો હતો, પરંતુ રાશિદનો બોલ વર્માના ઓફ સ્ટમ્પ પર પડ્યો અને રોકેટ ગતિથી મિડલ સ્ટમ્પ પર અથડાયો.
કદાચ વર્મા પોતે તેને આઉટ કરનારી આ બોલને તેની કારકિર્દીમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ બોલ ગણશે.

મેચ પછી, ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે કહ્યું, ‘બધા બોલરોએ સારી બોલિંગ કરી, પરંતુ આદિલ અમારી ટીમનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે. તેની પાસે ઘણી વિવિધતાઓ છે અને તે અલગ અલગ રીતે બોલિંગ કરી શકે છે. આ ઇંગ્લેન્ડ ટીમની તાકાત છે. હું નસીબદાર છું કે આદિલ ટીમનો ભાગ છે.’
મેચ પછી, જ્યારે આદિલને તેના આ ખુબ સરસ ટર્ન મારનારા બોલ વિશે પૂછવામાં આવ્યું, કે જે તિલક વર્માના સ્ટમ્પ્સને ઉડાવીને નીકળી ગઈ હતી, ત્યારે તેણે કહ્યું, ‘બધાએ સારી બોલિંગ કરી હતી પરંતુ તે બોલમાં થોડો વધુ ટર્ન હતો, જેના કારણે તે વિકેટોની તરફ ઝડપથી અથડાયો હતો. વિવિધ પ્રકારની બોલિંગ કરાવી એ મારી તાકાત છે. મારી છેલ્લી કેટલીક મેચો બરાબર એ જ રીતે ગઈ છે જે રીતે હું રમવા માંગતો હતો. જ્યારે અમે બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે પિચ ખૂબ જ ધીમી હતી અને બોલ અટકીને આવી રહ્યો હતો. અમે ઝડપ અને સ્પિન બોલિંગ સારી રીતે સંભાળ્યું અને પરિણામ અમારી સામે છે.’
મેચ પછી સૂર્યકુમાર યાદવે કહ્યું, ‘જ્યારે હાર્દિક પટેલ અને અક્ષર પટેલ બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે અમને 24 બોલમાં 55 રનની જરૂર હતી, પરંતુ શ્રેય આદિલ રશીદને મળવો જોઈએ કે તેણે ભારતીય બેટ્સમેનોને સ્ટ્રાઈક રોટેટ કરતા અટકાવ્યા. વરુણ ચોક્કસપણે એક ખૂબ જ શિસ્તબદ્ધ અને મહેનતુ ખેલાડી. તેથી જ તે પોતાના માટે સારા પરિણામો પ્રાપ્ત કરવામાં સફળ રહ્યો છે.’
આમ જોવા જઈએ તો, જો ભારત આ મેચ જીતી ગયું હોત તો આદિલ રશીદની જેમ વરુણના બીજા ઓવરના છેલ્લા બોલની ચર્ચા થઈ હોત. આ મેચમાં જોસ બટલર ભારતીય બોલરોના નિશાના પર હતા, તેમણે પહેલી બે T20માં 68 અને 45 રન બનાવ્યા હતા.
બેન ડકેટ સાથે 45 બોલમાં 76 રનની ભાગીદારી કરનાર જોસ બટલરે વરુણ સામે રિવર્સ સ્વીપ રમવાનો પ્રયાસ કર્યો.
સંજુ સેમસન અને વરુણે જોરદાર અપીલ કરી, પરંતુ અમ્પાયરે તેને અવગણી. જોકે, TV અમ્પાયરે જોયું કે બોલ બેટ્સમેનના ગ્લોવઝમાં વાગ્યો અને પછી તે સેમસનના ગ્લોવઝમાં ગયો હતો.

જેમી સ્મિથે મેદાનની બહાર મરેલા છગ્ગા પછી તરત જ બીજી બોલે તેણે તેની વિકેટ લીધી હતી.
આ હાર પછી, 24 રન આપીને પાંચ વિકેટ લેનારા વરુણે એક બ્રોડકાસ્ટર ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ‘દુઃખ છે કે અમે મેચ જીતી શક્યા નહીં, પરંતુ આ આ રમતનું ભાગ્ય છે. હવે આપણે આ મેચથી આગળ જોવું પડશે. જ્યારે તમે દેશ માટે રમો છો, ત્યારે તમારી જવાબદારી હોય છે. દરેક વ્યક્તિ તમારી પાસેથી સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખે છે.’
કેપ્ટન સૂર્યકુમાર યાદવ વરુણને છઠ્ઠી ઓવરમાં લઈને આવ્યો હતો, જેમાં તેણે ફક્ત ત્રણ રન આપ્યા. આ પછી તેને હટાવી દેવામાં આવ્યો અને બોલ અક્ષર પટેલને આપવામાં આવ્યો.
જ્યારે વરુણને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તેને આ અંગે કોઈ ફરિયાદ નથી કારણ કે આ પહેલા સૂર્યાએ તેની પાસે ઘણી વાર એક સાથે ચાર ઓવર બોલિંગ કરાવી છે.
વરુણે કહ્યું કે તેમને જે પણ જવાબદારી સોંપવામાં આવશે તે માટે તેઓ તૈયાર છે. વરુણે કહ્યું કે તેણે તેના ફ્લિપર પર ઘણું કામ કર્યું છે અને તેના સારા પરિણામો મળી રહ્યા છે. અલબત્ત, તેણે સારી બોલિંગ કરી, પણ તેને લાગે છે કે તેમાં વધુ સુધારાની જરૂર છે.
વરુણની બોલિંગની સૌથી મોટી ખાસિયત તેની વિકેટ-ટુ-વિકેટ બોલિંગ છે.
ટીમમાં આ જ તેની ભૂમિકા છે અને તેણે હંમેશા તે નિભાવી છે.
આ જ કારણ હતું કે, આ મેચમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન ક્રોસ કટિંગ રમવાનો પ્રયાસ કરતી વખતે આઉટ થતા રહ્યા. હકીકતમાં, તેનો વિકેટ લેવાનો રેકોર્ડ વધુ સારો છે, કારણ કે તેનો બોલ સીધો વિકેટ પર પડતો હતો.
