fbpx

રાજકોટમાં ફક્ત 11 વર્ષના બાળકનું હાર્ટ એટેકને કારણે નિધન

Spread the love

હજુ થોડા દિવસ પહેલા જ અમદાવાદના થલતેજની એક શાળાની 8 વર્ષની વિદ્યાર્થીની ગાર્ગી રાણપરાનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. હવે રાજકોટથી સમાચાર આવ્યા છે કે 11 વર્ષના બાળકે હાર્ટ એટેકને કારણે જીવ ગુમાવ્યો છે.

જસદણના જંગવડમાં રહેતો હેતાંશ રશ્મીકાંત દવે 5મા ધોરણમાં ભણતો હતો અને 11 વર્ષનો હતો. હેતાંશને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત થયું હતું. તબીબોએ હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું કહ્યું છે. હેતાંશ ભણવામાં તેજસ્વી હતો અને હજુ 10 દિવસ પહેલા જ ખેલ મહાકુંભમાં તેની શાળા વતી તાલુકા લેવલે મેદાન મારીને આવ્યો હતો.

છેલ્લાં કેટલાંક સમયથી બાળકોમાં જોવા મળી રહેલા હદ્દયરોગના જીવલેણ હુમલાથી માતા-પિતાઓમાં ચિંતા વધી ગઇ છે.

error: Content is protected !!