fbpx

પ્રયાગરાજમાં 20 કિ.મી લાંબો જામ, તંત્રનું પાછા ફરવા માટે લોકો પર દબાણ

Spread the love

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં 29 જાન્યુઆરીએ નાસભાગની ઘટનામાં 30 લોકોના મોત પછી તંત્રએ હવે સંગમ તીર્થ પાસેનો 12 સ્કેવર મીટરનો વિસ્તાર ખાલી કરાવી દીધો છે. પ્રયાગરાજ નજીક આવેલા 8 જિલ્લાની સરહદોને સીલ કરી દેવામાં આવી છે અને હાઇવ પર 2.50 લાખ વાહનોનો ટ્રાફીક જામમાં ફસાયા છે.

વહીવટી તંત્ર લોકોને પાછા ફરી જવા દબાણ કરી રહ્યા છે, પરંતુ લોકો પાછા ફરવા માટે માનતા નથી. બધી બસોને દુરથી જ રોકી દેવામાં આવી રહી છે અને છતા લાકો 10-12 કિ.મી સુધી ચાલતા મહાકુંભમા સ્નાન કરવા માટે પહોંચી રહ્યા છે.

પ્રયાગરાજમાં જબરદસ્તી ઠંડી પડી રહી છે અને પુરતા શૌચાલયો પણ નથી જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કેટલાંક લોકોએ હોટલમાં રહેવાની ફરજ પડી છે.

error: Content is protected !!