fbpx

15-20 દિવસમાં રામલલ્લાના દર્શન કરવા જવાનું વિચારતા હો તો આ સમાચાર વાંચી લેજો

Spread the love

શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ચંપતરાયેએક નિવેદનમાં જણાવ્યું છે કે,મોટી સંખ્યામાં પ્રયાગરાજ મહાકુંભથી લોકો અયોધ્યા રામમંદિરમાં દર્શન કરવા માટે આવી રહ્યા છે. છેલ્લાં 3 દિવસમાં જ શ્રધ્ધાળુઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. અયોધ્યા ધામની વસ્તી અને સાઇઝ જોતા એમ કહી શકાય કે એક દિવસમાં કરોડો લોકોને સભાંળવુ શક્ય નથી. એક દિવસમાં કરોડો લોકોને રામલલ્લાના દર્શન કરાવવા એ ભારે કઠીન કામ છે.

આ વાતને ધ્યાનમાં રાખીને અયોધ્યાની આજુબાજુમાં રહેતા લોકોને વિનંતી છે કે હમણાં 15-20 દિવસ સુધી અયોધ્યા આવવાનું ટાળજો. જેથી દુરથી આવી રહેલા લોકોને દર્શનની સુવિધા પુરી પાડી શકાય. વસંત પંચમી પછી ભીડ ઓછી થશે અને હવામાન પણ સારું રહેશે.લોકોને અત્યારે ઘણું લાંબુ ચાલીને આવવું પડે છે.

error: Content is protected !!