
હિંમતનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લાની બેઠક મળી
– પ્રાંતિજ અમીનપુર ના વંદનાબેન જોષી ની માતૃશક્તિ સહ સંયોજીકા તરીકે નિમણુંક થઈ
સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લાની વ્યાપક બેઠક યોજાઇ


હિંમતનગર ખાતે વિશ્વ હિંદુ પરિષદ હિંમતનગર જિલ્લાની વ્યાપક બેઠક જલારામ મંદિર ખાતે યોજાઈ હતી જેમાં પ્રાંતિજ ના અમીનપુર વતની શ્રીમતિ વંદનાબેન રમેશભાઈ જોષીની હિંમતનગર જિલ્લામાં માતૃશક્તિ સહ સંયોજીકા તરીકેની નિમણુંક કરવામાં આવી હતી તો જિલ્લાની જવાબદારી મળવા બદલ વિભાગ સમરસતા પ્રમુખ નટુભાઈ બારોટ પ્રાંતિજ પ્રખંડ માતૃશક્તિ સંયોજીકા ચેતનાબેન કડીયા , સહ સંયોજીકા જયાબેન ચૌહાણ તથા પ્રાંતિજ પ્રખંડ ટીમ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા
