fbpx

દિલજીત દોસાંઝના નામે અમેરિકામાં રાખવામાં આવશે જાહેર રજા, સન્માન મેળવ્યા બાદ ભાવુક થયો સિંગર

Spread the love

દિલજીત દોસાંઝના નામે અમેરિકામાં રાખવામાં આવશે જાહેર રજા, સન્માન મેળવ્યા બાદ ભાવુક થયો સિંગર

પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ માત્ર દેશમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં પોતાના અવાજનો જાદુ વિખેરી રહ્યો છે. પંજાબી સિંગર દિલજીત દોસાંઝે હવે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ પોતાની પકડ મજબૂત કરી લીધી છે. દિલજીતના ગીતો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને UK જેવા મોટા શહેરોમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.

Diljit-Dosanjh2

પંજાબી સિંગર દિલજીત દોસાંઝે એકલા હાથે પંજાબી સંસ્કૃતિને દુનિયાભરમાં એક અલગ ઓળખ અપાવી છે. તો હવે અમેરિકાએ દિલજીતને એક એવું સન્માન આપ્યું છે, જેને મેળવ્યા બાદ સિંગર ખૂબ જ ભાવુક થઈ ગયો છે. સિંગર દિલજીત દોસાંઝને અમેરિકાએ આવું સન્માન આપ્યું છે, જેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં, હોલિવુડના ગઢ તરીકે ઓળખાતા લોસ એન્જલસમાં દિલજીતને મોટું સન્માન મળ્યું છે. સિંગરના જન્મદિવસ પર રજા જાહેર કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે દિલજીતનો જન્મ 6 જાન્યુઆરી 1984ના રોજ થયો હતો. આનો મતલબ સ્પષ્ટ છે કે લોસ એન્જલસ સીટીમાં 6 જાન્યુઆરીને દિલજીત દોસાંઝ ડે જાહેર કરવામાં આવ્યો છે. સિંગર માટે આ સન્માનની જાહેરાત કાઉન્સિલ વુમન મોનિકા રોડ્રિગ્ઝે એક શહેરના એક પ્રસ્તાવ પછી કરી છે.

Diljit-Dosanjh

ઉલ્લેખનીય છે કે કોઈપણ ભારતીય અને પંજાબી કલાકાર માટે આ સન્માન ખૂબ મોટું છે. આ વિશે વાત કરતા દિલજીત દોસાંઝે એક પોસ્ટ શેર કરી છે, જેમાં આ માહિતી શેર કરવામાં આવી છે. આ પોસ્ટમાં દિલજીત ખૂબ જ ભાવુક દેખાય છે. જો કે હવે આ સમાચાર સાંભળીને તેના ફેન્સ ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. હવે સિંગરને તેના મિત્રો, સંબંધીઓ અને કો-સ્ટાર્સ અઢળક શુભચ્છાઓ આપતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે દિલજીત દોસાંઝની ફિલ્મ ‘મેં વાપસ આઉંગા’ આ દિવસોમાં સિનેમાઘરોમાં જોરદાર કમાણી કરી રહી છે.

Leave a Reply

error: Content is protected !!