fbpx

ભાગેડુ લલિત મોદી બ્રિટિશ નાગરિક બન્યો, બોલ્યો- હવે આ જ મારું ઘર

Spread the love

ભાગેડુ લલિત મોદી બ્રિટિશ નાગરિક બન્યો, બોલ્યો- હવે આ જ મારું ઘર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સ્થાપક લલિત મોદીને બ્રિટિશ નાગરિકતા આપવામાં આવી છે. ભાગેડુ લલિત મોદીએ શનિવારે જાહેરાત કરી હતી કે તેણે 15 સપ્ટેમ્બર, 2026ના રોજ સત્તાવાર રીતે બ્રિટિશ નાગરિકતા મેળવી છે.

નાગરિકતા પ્રાપ્ત કર્યા પછી લલિત મોદીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર UKથી જ ફોટા શેર કર્યા હતા. બ્રિટિશ નાગરિકતા પ્રાપ્ત કર્યા પછી, લલિત મોદીએ યુનાઇટેડ કિંગડમ (UK)ને પોતાનું ઘર જાહેર કર્યું છે.

લલિત મોદીની ભારતીય નાગરિકતા 2025ની શરૂઆતમાં જ સમાપ્ત થઈ ગઈ હતી. માર્ચ 2025માં, તેને પેસિફિક ટાપુ રાષ્ટ્ર વાનુઅતુ દ્વારા નાગરિકતા આપવામાં આવી હતી. જોકે, વાનુઅતુના વડાપ્રધાને પાછળથી તેનો પાસપોર્ટ રદ કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે લલિત પ્રત્યાર્પણ ટાળવા માટે નાગરિકતા લઈ રહ્યો હતો.

New Project (6)

IPLમાં નાણાકીય અનિયમિતતાઓ, મની લોન્ડરિંગ અને બોલી-હેરાફેરીના આરોપોનો સામનો કર્યા પછી લલિત મોદી 2010માં લંડન ગયો હતો. ત્યારથી તે 16 વર્ષથી લંડનમાં રહે છે.

ભાગેડુ લલિત મોદીએ 14 નવેમ્બર, શનિવારના રોજ બ્રિટિશ નાગરિકતા આપવાની જાણકારી આપી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરતા લલિત મોદીએ લખ્યું, ‘એક ગર્વની ક્ષણ. એક નવો અધ્યાય.’

લલિત મોદીએ આગળ લખ્યું, ‘આજે, 14 નવેમ્બર, 2026ના રોજ, મને ઓક્સફર્ડ યુનિયનને સંબોધવાનો લહાવો મળ્યો, જ્યાં મેં મારા જીવનનો એક ખૂબ જ ખાસ અને વ્યક્તિગત સીમાચિહ્ન શેર કર્યો.’

New Project (7)

લલિત મોદીની પોસ્ટ દર્શાવે છે કે, તેણે બે મહિના પહેલાના ફોટા પોસ્ટ કર્યા હતા. લલિત મોદીએ તેની પોસ્ટમાં કહ્યું, ‘મને બ્રિટિશ નાગરિક હોવાનો ગર્વ છે. 15 સપ્ટેમ્બર, 2026ના રોજ, મારા પરિવાર અને મિત્રોથી ઘેરાયેલા, મેં મારી બ્રિટિશ નાગરિકતા ઉજવી. આ સમારોહ હંમેશા મારા દિલની ખૂબ નજીક રહેશે.’

લલિત મોદીએ આગળ લખ્યું, ‘યુનાઇટેડ કિંગડમ ઘણા વર્ષોથી મારું ઘર રહ્યું છે. તે એક એવો દેશ છે જેનો હું ખૂબ આદર કરું છું અને તેને પ્રેમ કરું છું, તેના લોકો, સંસ્થાઓ, પરંપરાઓ અને મૂલ્યો.’

IPLના સ્થાપકે બ્રિટિશ નાગરિક બનવા પર ખુશી વ્યક્ત કરતા લખ્યું, ‘બ્રિટિશ નાગરિક બનવું એ મારુ સૌભાગ્ય છે અને એક મોટી જવાબદારી પણ છે, જેને હું ગર્વ, કૃતજ્ઞતા અને સાચા આત્મીયતાની ભાવના સાથે સ્વીકારું છું.’

photo_2026-11-15_13-17-14

લલિત મોદીએ લખ્યું, ‘મારા જીવનની સફર વિવિધ સંસ્કૃતિઓ અને અનુભવોથી ગૂંથાયેલી છે, અને હું જે દેશને ગર્વથી ઘર કહું છું, તેમાં સકારાત્મક યોગદાન આપવાનું ચાલુ રાખવા માટે આતુર છું.’

લલિત મોદીએ આગળ લખ્યું, ‘મારા પરિવાર, મિત્રો અને આ સફરમાં મને ટેકો આપનાર દરેકનો આભાર. અને આ સમાચાર શેર કરવાની મને આટલી યાદગાર તક આપવા બદલ ઓક્સફોર્ડ યુનિયનનો આભાર.’

લલિત મોદીએ 14 નવેમ્બરે તેનો નિર્ણય કેમ જાહેર કર્યો તે સમજાવવા માટે, તેણે લખ્યું, ‘એક નવો અધ્યાય, જેમાં આગળ જોવા માટે ઘણું બધું છે, અને મહામહિમ રાજા ચાર્લ્સ ત્રીજાના જન્મદિવસ પર આ ક્ષણ શેર કરવાથી તે વધુ ખાસ બને છે. ભગવાન રાજાની રક્ષા કરે!’

Leave a Reply

error: Content is protected !!