
-copy1.jpg?w=1110&ssl=1)
લોકાયુક્ત અધિકારીઓ તાજેતરમાં કર્ણાટકમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં એક પૂર્વ સરકારી કલાર્ક કે જેનો મહિનાનો પગાર 15000 હતો તેની પાસેથી 30 કરોડ રૂપિયાની સપત્તિ મળી આવી હતી.
કર્ણાટક ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ લિમિટેડમાં કલાર્કની નોકરી કરીને નિવૃત થયેલા કલકપ્પા નિદાગુંડીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેના 24 ઘર, 4 પ્લોટ, 40 એકર ખેતીની જમીન, 4 વાહનો 350 ગ્રામ સોનું અને 1.50 કિલો ચાંદી મળી આવી હતી.
ઉપરાંત IAS મહિલા ઓફિસર વસંતી ઇમર બી.વીના 5 સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં કુલ 9.03 કરોડની સંપત્તિ મળી આવી હતી.
નિદાગુંડી અને તેની સાથે કામ કરતા એક પૂર્વ એન્જિનિયરે 96 જેટલા અધૂરા પ્રોજેક્ટમાં ખોટા દસ્તાવેજો તૈયાર કરીને 72 કરોડ રૂપિયાની રકમ હડપી લીધી હતી.
