fbpx

બજેટ દેશનું હતું કે બિહારનું?

Spread the love

નાણા મંત્રી નિર્મલાએ બિહારને બજેટમાં છપ્પરફાડ ભેટ આપી

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ વખતે બજેટમાં બિહારને છપ્પરફાડ ભેટ આપી દીધી છે. લોકો કહી રહ્યા છે કે આ દેશનું બજેટ હતું કે બિહારનું? આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને નાણા મંત્રી જ્યારે બિહારની મધુબની પેઇન્ટીંગની સાડી પહેરીને બજેટ રજૂ કરવા આવ્યા ત્યારે જ લોકોએ માની લીધેલું  બિહારને મોટો ફાયદો થવાનો છે.

નાણા મંત્રીએ બિહારને નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજીની સ્થાપના કરવાની જાહેરાત કરી, બિહારમાં મખાના બોર્ડની સ્થાપના કરવાની પણ જાહેરાત કરવામાં આવી, IIT પટનાના વિસ્તરણની, ગ્રીન ફિલ્ડ એરપોર્ટ આપવાની અને કોસી કેનાલ પ્રોજેક્ટને નાણાકીય સહાય પુરી પાડવાની પણ જાહેરાત કરી. કેનાલ પ્રોજેક્ટને કારણે બિહારના 50000 હેકટર વિસ્તારમાં ખેતી કરતા ખેડુતોને ફાયદો થશે.

error: Content is protected !!