fbpx

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલના 2 આઇફોન ચોરાયા

Spread the love

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ એક લગ્ન પ્રસંગામાં હાજરી આપવા ગયા ત્યારે તેમના 2 આઇફોન ચોરાઇ ગયા હતા. પોલીસ અત્યારે ચીફ જસ્ટીસના મોબાઇલ શોધવા માટે ઉંધી ચત્તી થઇ ગઇ છે.

ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ 26 જાન્યુઆરીએ દહેરાદુનમાં આવેલા રાજપુર રોડ પર આવેલા એક બેન્કવેટ હોલમાં પહોંચ્યા હતા. સાંજે 4-45થી 5-15ની વચ્ચે તેમના 2 આઇફોન ચોરાઇ ગયા હતા. રાજપુર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે 100 મહેમાનોની તપાસ કરી છે, CCTV પણ ચેક કરવામા આવ્યા છે. જો કે હજુ સુધી મોબાઇલ ચોર પકડાયો નથી. પોલીસે અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ પાસે એક ફોન અગંત હતો અને બીજો રજિસ્ટ્રાર જનરલ ઓફિસના નામે નોંધાયેલો છે.

error: Content is protected !!