fbpx

મહા કુંભમાં જીવ ગુમાવનારા પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું- બધા મોક્ષને પામ્યા છે

Spread the love

મહાકુંભમા 29 જાન્યુઆરી નાસભાગને કારણે 30 લોકોના મોત થયા એ ઘટના અંગે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું વિવાદીત નિવેદન સામે આવ્યું છે. શાસ્ત્રીએ કહ્યું કે, જે કોઇ ગંગા કિનારે મોતને ભેટે છે તે મોક્ષને પામે છે.

હમેંશા વિવાદોમાં રહેતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક વીડિયોમાં કહ્યું કે,એક વાર બધાએ મરવાનું જ છે. કોઇ દવા વગર મોતને ભેટે છે તો કોઇ આરોગ્ય વ્યવસ્થાના અભાવે તો કોઇ હાર્ટ એટેકને કારણે મોતને ભેટે છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર જાણીતા લોક ગાયક નેહા રાઠોડે  x પ્લેટફોર્મ પર લખ્યું કે, આ બાબા કહે છે કે મહાકુંભમાં મરનારા મોક્ષને પામ્યા છે. જો મોક્ષને પામવાની આ જ રીત હોય તો બધા VIP અને આ બાબા કચડાયેલા લોકોની સાથે કુદી પડવું હતું.

error: Content is protected !!