પ્રાંતિજનું ગૌરવ : વિશ્વાસ જે. ત્રિવેદીને ‘વેદિક જ્યોતિષ પ્રેડિક્શન એક્સપર્ટ’ એવોર્ડથી સન્માનિત કરાયા
- પ્રાંતિજ તથા સમગ્ર બ્રાહ્મણ સમાજનું ગૌરવ વધાર્યું
- નવી દિલ્હી ખાતે યોજાયેલા એસ્ટ્રો કલ્ચર મહોત્સવમાં મળ્યું રાષ્ટ્રીય સન્માન
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વતની અને છેલ્લા બે દાયકાથી વેદિક જ્યોતિષ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક સેવા આપી રહેલા જાણીતા જ્યોતિષાચાર્ય વિશ્વાસ જે. ત્રિવેદીને નવી દિલ્હી સ્થિત ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાયેલા ભવ્ય એસ્ટ્રો કલ્ચર મહોત્સવ દરમિયાન તેમના નોંધપાત્ર યોગદાન અને જ્યોતિષ ક્ષેત્રે કરેલી વિશિષ્ટ સેવાઓને માન્યતા આપતાં પ્રતિષ્ઠિત ‘વેદિક જ્યોતિષ પ્રેડિક્શન એક્સપર્ટ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.


દેશભરના જાણીતા જ્યોતિષીઓ, સંશોધકો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિશ્વાસ જે. ત્રિવેદીને તેમની લાંબા સમયથી ચાલી રહેલી જ્યોતિષીય સેવાઓ, સચોટ આગાહીઓ અને વેદિક જ્યોતિષના પ્રચાર-પ્રસાર માટે કરાયેલા કાર્યની કદરરૂપે આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું આ પ્રતિષ્ઠિત એવોર્ડ સુવિખ્યાત જ્યોતિષ વિશેષજ્ઞ જય મદાન, શ્રી જી.ડી. વિશિષ્ટ તથા આધ્યાત્મિક વક્તા શ્રી પ્રમોદ કૃષ્ણના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. એવોર્ડ પ્રાપ્ત કર્યા બાદ વિશ્વાસ જે. ત્રિવેદીએ આ સન્માનને પોતાના પરિવાર, ગુરુજનો, શુભેચ્છકો તેમજ પ્રાંતિજની જનતાને સમર્પિત કરતાં સૌનો આભાર વ્યક્ત કર્યો હતો વિશ્વાસ જે. ત્રિવેદીની આ નોંધપાત્ર સિદ્ધિથી પ્રાંતિજ સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. તેમના આ સન્માનને કારણે પ્રાંતિજનું નામ રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્વક ઉજાગર થયું હોવાનું સ્થાનિક નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે તેમની આ ઉપલબ્ધિ બદલ બ્રાહ્મણ સમાજ, વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ, આગેવાનો, મિત્રવર્તુળ તેમજ શુભેચ્છકો દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. અનેક લોકોએ વિશ્વાસ જે. ત્રિવેદીના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે અને આગામી સમયમાં પણ તેઓ વેદિક જ્યોતિષ ક્ષેત્રે વધુ ઊંચાઈઓ સર કરે તેવી આશા વ્યક્ત કરી છે