
પ્રાંતિજ ના સીતવાડા બોરીયા ખાતે બ્રહ્માણી ની માતાજી ના મંદિરે લોક મેળો યોજાયો
– ગ્રામજનો સહિત આજુબાજુ ના ગામલોકો ઉપસ્થિત રહ્યા


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સીતવાડા બોરીયા ખાતે દરવર્ષ ની જેમ આ વર્ષે પણ બ્રહ્માણી માતા ના મંદિર ખાતે મેળો ભરાયો

પ્રાંતિજ ના સીતાવાડા બોરીયા ખાતે મહા સુદ તેરસ ના દિવસે માતાજી નો હવન પૂજા કરવામાં આવે છે ત્યારે આખા ગામમાં ભવ્ય શોભાયાત્રા ડી જે ના તાલે કાઢવામાં આવે છે અને બોરિયા માં છેલ્લા ૧૦૦ વર્ષ થી માતાજી નો પાટોત્સવ યોજાય છે જેમાં મૂળ સીતવાડા ને હાલ રહે અમદાવાદ એવા મેરાઈ ચુનીલાલ પરિવાર દ્વારા આ દિવસે વહેલી સવારે માતાજી ના નવા વાઘા લાવી પહેરાવે છે અને દર્શન નો લાભ લેશે જે બાળક બોલતું ના હોય ત્યારે આ માતાજી ની માનતા રાખવામાં આવે છે અને બાળક બોલતું થાય ત્યારે આ દિવસે દૂર દૂર થી લોકો માનતા પૂરી કરવા આ દિવસે આવે છે માનતા માં બોર ચઢાવવામાં આવે છે . આ પાટોત્સવ ને સફર બનાવવા એક શિક્ષિત યુવા વનરાજસિંહ અને તેમની ટીમ અને સમસ્ત ગ્રામજનો દ્વારા છેલ્લા સાત દિવસ થી તનતોડ મહેનત કરી ગામ માં યોગ્ય ફાળો ઉગ રાવી ને ૩૫૦૦ થી વધુ માણસો નું મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે શોભાયાત્રા માં ભજન મડળ ના ભક્તો તેમજ મહિલા મંડળ અને ગામના યુવાનો અને દીકરીઓએ માતાજી ના ગરબા ની રમજત જમાવી હતી
જીલ રાવલ પ્રાંતિજ


