fbpx

પ્રાંતિજ ના સલાલ કેનાલ માંથી અજાવ્યા યુવક ની લાશ મળી

Spread the love

પ્રાંતિજ ના સલાલ કેનાલ માંથી અજાવ્યા યુવક ની લાશ મળી
– અંદાજે ૨૫ થી ૩૦ વર્ષ ના યુવક ની લાશ મળી
– પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમ દ્રારા લાશ ને કેનાલ માંથી બહાર કાઢી
– પ્રાંતિજ પોલીસ દ્રારા ધટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી


           


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સલાલ ખાતે આવેલ કેનાલ માંથી બીન વારસી લાશ મળી ફાયર બ્રિગેડ ટીમ દ્રારા લાશ ને કેનાલ માંથી બહાર કાઢી પ્રાંતિજ પોલીસ ને સોપી હતી


પ્રાંતિજ ના સલાલ ખાતે આવેલ હાથમતી કેનાલ માંથી એક લાશ જેવુ દેખાતા ગ્રામજનો દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરી હતી અને પ્રાંતિજ પોલિસ દ્રારા તાત્કાલિક ધટના સ્થળે દોડી ગઈ હતી અને પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમ ને જાણ કરી હતી તો પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમ ના કેપ્ટન મુકેશભાઇ પરમાર સહિત તેમની ટીમ પણ તાત્કાલીક ધટના સ્થળે દોડી ગઈ હતી અને કેનાલ મા રહેલ અંદાજી ૨૫ થી ૩૦ વર્ષ ના યુવક ની લાશ ને મૃત હાલત મા બહાર કાઢવામા આવી હતી અને પ્રાંતિજ પોલિસ ને સોપવામા આવી હતી તો પ્રાંતિજ પોલીસ દ્રારા લાશ ને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે મોકલી આપી તેના વાલીવારસદારોની શોધખોળ હાથ ધરી હતી

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!