fbpx

ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કર્યું તો વીમાનું પ્રીમિયમ વધી જશે, સરકાર કરી રહી છે વિદેશ જેવા નિયમોની તૈયારી

Spread the love

ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કર્યું તો વીમાનું પ્રીમિયમ વધી જશે, સરકાર કરી રહી છે વિદેશ જેવા નિયમોની તૈયારી

ભારતમાં વાહન વીમાના નિયમોમાં મોટા ફેરફારો થઇ શકે છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, સરકાર અનેક દરખાસ્તો પર વિચાર કરી રહી છે, જે વીમા પ્રિમીયમથી લઈને પેટ્રોલ પંપ પર ઇંધણ ખરીદી સુધીની દરેક બાબતને અસર કરી શકે છે. માર્ગ પરિવહન મંત્રાલય દેશમાં શક્ય તેટલા વાહનોને માન્ય વીમાના દાયરામાં લાવવાનો હેતુ ધરાવે છે.

Car-Bike-Insurance Rules

પ્રસ્તાવ હેઠળ, વાહન માલિકોના વીમા પ્રીમિયમને છેલ્લા એક વર્ષમાં તેમના ટ્રાફિક ઉલ્લંઘન રેકોર્ડ સાથે જોડી શકાય છે. આનો અર્થ એ છે કે જો કોઈ ડ્રાઇવર વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો તેમને તેમના વીમાને નવીકરણ કરાવતી વખતે વધુ પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે. જ્યારે, ટ્રાફિક નિયમોનું પાલન કરતા વાહન માલિકોને તેની ઓછી અસર થઇ શકે છે. જો કે, હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી કે કયા પ્રકારના ટ્રાફિક ઉલ્લંઘન માટે કેટલું વધારાનું પ્રીમિયમ વસૂલવામાં આવશે. મંત્રાલય આ સિસ્ટમ કેવી રીતે લાગુ કરવી તે અંગે કામ કરી રહ્યું છે.

સરકાર લાંબી વેલિડિટીવાળી વીમા પોલિસીઓ રજૂ કરવાનું પણ વિચારી રહી છે. આ હેઠળ, કાર માલિકો એક જ પ્રીમિયમ ચૂકવીને 4 વર્ષની વીમા પોલિસી ખરીદી શકશે. ટુ-વ્હીલર માટે, 6 વર્ષ માટે  પોલિસીનો સમયગાળો ઓફર કરી શકાય છે. આનાથી વાહન માલિકોને દર વર્ષે તેમના વીમાનું નવીકરણ કરવાની જરૂરિયાત દૂર થશે, જેનાથી સતત કવરેજ જાળવવાનું સરળ બનશે. આ ઉપરાંત, ઇલેક્ટ્રિક વાહનો સહિત ચોક્કસ શ્રેણીના વાહનો માટે બેઝ પ્રીમિયમમાં ફેરફાર પર પણ વિચારણા કરવામાં આવી રહી છે.

Car-Bike-Insurance Rules

આ દરખાસ્તનું સૌથી મહત્વપૂર્ણ પાસું ‘No Insurance, No Fuel’ નિયમ છે. સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી સમિતિએ રોડ ટ્રાન્સપોર્ટ અને પેટ્રોલિયમ મંત્રાલયોને આ પહેલ માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા કહ્યું છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પ્રારંભિક ટ્રાયલ હાથ ધરવામાં આવી શકે છે. બંને રાજ્યોમાં 5-5 પેટ્રોલ પંપ પસંદ કરવામાં આવશે. આ પેટ્રોલ પંપ પર ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરા સ્થાપિત કરવામાં આવશે, જે ત્યાં આવતા વાહનોની નંબર પ્લેટ વાંચી શકશે. આ પછી વાહનનો વીમો તેના નોંધણી નંબરનો ઉપયોગ કરીને માન્ય છે કે નહીં તે ચકાસવામાં મદદ કરશે. હાલમાં, આ ફક્ત એક પ્રસ્તાવિત પાયલોટ પ્રોજેક્ટ છે. તેને દેશભરમાં લાગુ કરવાનો નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી.

Car-Bike-Insurance Rules

રિપોર્ટ મુજબ, ભારતમાં આશરે 25 કરોડ સક્રિય વાહનો પાસે માન્ય વીમો છે. આ દેશમાં ચાલી રહેલા કુલ વાહનોના આશરે 81 ટકા જ છે. અલગ અલગ વાહન શ્રેણીઓમાં વીમા કવરેજ પણ અલગ અલગ હોય છે. 90 ટકાથી હેવી કોમર્શિયલ વાહનો અને આશરે 88 ટકા કાર પાસે માન્ય વીમો છે. જ્યારે, આશરે 80 ટકા ટુ-વ્હીલર વાહનો પાસે વીમો છે. આ બાબતમાં થ્રી વહીલર્સવાળા વાહનો પાછળ છે. આમાંથી ફક્ત 57 ટકા વાહનો પાસે જ માન્ય વીમા પોલિસી છે. આ આંકડાઓને જોતાં, કેન્દ્ર સરકાર વીમા કવરેજ વધારવા માટે નવા નિયમો પર વિચાર કરી રહી છે. 

તમને જણાવી દઈએ કે અમેરિકા, કેનેડા અને યુરોપ જેવી જગ્યાઓએ આ નિયમ પહેલેથી જ લાગુ છે, ત્યાં જો તમે ટ્રાફિકના નિયમો તોડો અથવા એક્સિડન્ટ કરો તો તમારું વીમાનું પ્રીમિયમ વધી જાય છે.

Leave a Reply

error: Content is protected !!