

દિલ્હી વિધાનસભા ચુંટણીમાં હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીની AIMIM એ બે સીટો પર ઉમેદવારોને ઊભા રાખ્યા હતા. તેમણે ઓખલાથી શિફા-ઉર-રહેમાન અને મુસ્તફાબાદથી તાહિર હુસૈનને ઉમેદવાર બનાવ્યા હતા. બંને ઉનેદવારો દિલ્હી રમખાણોના કેસમાં આરોપી છે અને હાલમાં જેલમાં છે. બંને ઉમેદવારો પોતપોતાની બેઠકો જીતવામાં નિષ્ફળ ગયા અને ત્રીજા સ્થાને રહ્યા. ચૂંટણી પરિણામો પછી, ઔવેસીની પહેલી પ્રતિક્રિયા આવી છે જેમાં તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે અને તેમના બંને ઉમેદવારોની મુક્તિ માટે પ્રાર્થના કરી છે.

તેમણે કહ્યું, ઓખલા અને મુસ્તફાબાદના લોકોનો આભાર. અમે જે પરિણામ ઈચ્છતા હતા તે ન આવ્યું પણ અમારો ઉત્સાહ બુલંદ છે અને બુલંદ રહેશે. અમે અમારી લડાઈ ચાલુ રાખીશું. તેમણે કહ્યું, અમે તાહિર હુસૈન, શિફા-ઉર-રહેમાન અને તે બધા લોકોની મુક્તિ માટે પ્રાર્થના કરીશું. અમને ખાતરી છે કે તે બધા નિર્દોષ સાબિત થશે. તેમણે કહ્યું કે, પરિણામો આવ્યા પછી, પોતાને ધર્મનિરપેક્ષતાના દાવેદાર કહેનારા બે પક્ષો આજે એકબીજા પર બી ટીમ હોવાનો આરોપ લગાવી રહ્યા નથી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે જો મજલિસે વધુ બેઠકો પર ચૂંટણી લડી હોત તો તેમની યુક્તિઓનો ઉપયોગ શરૂ થઈ ગયો હોત. પરંતું હવે ભાજપ સામે હાર્યા બાદ, બંને પક્ષો આદરની મર્યાદામાં છે. આનાથી ખુલાસો થાય છે કે જ્યારે મજલિસ તમારો અવાજ ઉઠાવવા અને ભાગીદારી વિશે વાત કરે છે ત્યારે તેમને પેટમાં દુખાવો થવા લાગે છે.

તમને જણાવી દઇએ કે, મુસ્તહાબાદમાં AAP ઉમેદવાર આદિલ ખાનને ભારતીય જનતા પાર્ટીના મોહન સિંહ બિષ્ટે 17,578 મતોથી હરાવ્યા હતા. આ બેઠક પર AIMIM ઉમેદવાર તાહિર હુસૈન 33,474 મતો સાથે ત્રીજા સ્થાને રહ્યા અને કોંગ્રેસના અલી મેહદીને 11,763 મતો મળ્યા.
ભલે AAPના મુસ્લિમ ચહેરા અમાનતુલ્લાહ ખાન ઓખલામાં જીત્યા હોય, પરંતુ ગયા વખતની સરખામણીમાં તેમની જીતનું અંતર નોંધપાત્ર રીતે ઘટયું છે. આ બેઠક પરથી AIMIM ઉમેદવાર શિફા-ઉર-રહેમાન 39,558 મતો મેળવીને ત્રીજા સ્થાને રહ્યા.
રસપ્રદ વાત એ છે કે, મુસ્લિમ પભુત્વ ધરાવતી બેઠકો – ઓખલા, મટિયા મહેલ, બલ્લીમારન, મુસ્તફાબાદ અને બાબરપુરમાં કોંગ્રેસને આ વખતે ગયા વખત કરતાં વધુ મત મળ્યા છે. જોકે, સીલમપુરમા કોંગ્રેસના મતો ગયા વખતની સરખામણીમાં ઘટ્યા છે.
ઓખલામાં, અમાનતુલ્લાહ ખાનને 2020 ની ચૂંટણીમાં 1,30,367 મત મળ્યા હતા પરંતુ આ વખતે તેમને 88,943 મત મળ્યા. કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનારા પરવેઝ હાશ્મીને 2020 માં 5123 મત મળ્યા હતા, પરંતુ આ વખતે પાર્ટીના ઉમેદવાર અરીબા ખાનને 12,739 મત મળ્યા હતા, પરંતુ આ બેઠક પર AIMIM ઉમેદવારને કારણે અરીબા ખાન ચોથા સ્થાને સરકી ગયા.

દિલ્હી સરકારમાં મંત્રી અને જૂની દિલ્હીની બલ્લીમારાન બેઠક પરથી AAP ઉમેદવાર ઇમરાન હુસૈન 29,823 મતોથી જીત્યા છે, પરંતુ આ વખતે તેમને ગયા વખત કરતા ઓછા મત મળ્યા છે.
2020ની ચૂંટણીમાં હુસૈનને 65,644 મત મળ્યા હતા, પરંતુ આ વખતે તેમને ફક્ત 57,004 મત મળ્યા. કોંગ્રેસના ઉમેદવાર હારૂન યુસુફને ગત ચૂંટણીમાં 4,802 મત મળ્યા હતા, તેમને આ વખતે 13,059 મત મળ્યા.
પડોશી મટિયા મટવ બેઠક પરથી, AAPના આલે મોહમ્મદ ઇકબાલ 42,724 મતોથી જીત્યા અને તેમને 58,120 મત મેળવ્યા, જ્યારે 2020 ની ચૂંટણીમાં, તેમના પિતા અને AAP ઉમેદવાર શુએબ ઈકબાલને 67,282 મત મળ્યા હતા.
2020મા આ બેઠક પરથી કોંગ્રેસના ઉમવાર મિર્ઝા જાવેદ અલીને 3409 મત મળ્યા હતા. પરંતુ આ વખતે કોગ્રેસના આસીમ અહેમદ ખાનને 10295 મત મળ્યા.
ઉત્તર પૂર્વ દિલ્હીની સીલમપુર બેઠક AAPના ચૌધરી ઝુબેર અહેમદે 42,477 મતોના અંતરથી જીતી હતી. આ વિસ્તારની રસપ્રદ વાત એ છે કે અબ્દુલ રહેમાન, જે ગયા વખતે AAPની ટિક્ટિ પર આ એઠક પરથી વિધાનસભા પહોંચ્યા હતા, તેઓ પાર્ટી તરફથી ટિકિટ ન મળતા કોંગ્રેસમાં જોડાયા હતા અને આ વખતે તેમને ફક્ત 16551 મત મળ્યા હતા. ઝુબૈરના પિતા ચૌધરી મતીન અહેમદે છેલ્લી ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર લડી હતી અને તેમને 20,207 મત મળ્યા હતા.

વર્તમાન સરકારમાં મંત્રી અને APPના રાજ્ય સંયોજક ગોપાલ રાયને બાબરપુર બેઠક પરથી 18994 મતોથી જીત્યા. રાયને આ વખતે 76192 મત મળ્યા જ્યારે ગયા વખતે તેમને 84776 મત મળ્યા હતા. કોંગ્રેસના હાજી ઈશરાકને 8797 મત મળ્યા હતા જ્યારે મત ચૂંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અન્વેક્ષા જૈનને 5131 મત મળ્યા હતા.
મુસ્તફાબાદમાં AAPના આદિલ ખાનને 67637 મત મળ્યા અને તેઓ બીજા સ્થાને રહ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અલી મેહદીને આ વખતે 11763 મત મળ્યા અને તેઓ ચોથા સ્થાને રહ્યા, જ્યારે 2020માં તેમને 5355 મત મળ્યા અને તેઓ ત્રીજા સ્થાને રહ્યા.


